પંજાબ સરકારની એસસી સમાજને મોટી ભેટ
સીએમ માને એક વીડિયો દ્વારા કહ્યુ, 'જ્યારે મેં સીએમ તરીકે શપથ લીધા ત્યારે મેં મારા અધિકારીઓને બોલાવ્યા અને પૂછ્યુ કે શું એજી ઑફિસમાં નિયુક્ત કાયદા અધિકારીઓમાં એસસી સમુદાય માટે કોઈ અનામત છે? તો તેમણે કહ્યુ કે દેશમાં આવુ ક્યાંય પણ નથી. મે કહ્યુ કે જો આપણે તે કરવા માંગીએ, તો તેમણે કહ્યુ કે આપણે તે કરી શકીએ છીએ.'
AG ઑફિસમાં આટલા પદો પર અનામત લાગુ
તેમણે માહિતી આપી હતી કે, 'મને જણાવતા આનંદ થાય છે કે AG ઑફિસમાં કાયદા અધિકારીની જગ્યાઓ ઉપરાંત SC સમુદાય માટે 58 વધારાની પોસ્ટ બનાવવામાં આવી છે. ભરતી સંપૂર્ણ પારદર્શિતા સાથે અને ભલામણ વિના કરવામાં આવશે.' તેcણે ટ્વિટર પર લખ્યુ- 'આજે હું તમારી સાથે વધુ એક સારા સમાચાર શેર કરી રહ્યો છુ. અમે પંજાબના AG ઑફિસમાં SC સમુદાય માટે 58 વધારાની પોસ્ટ બહાર પાડી છે. ભરતી સંપૂર્ણ પારદર્શિતા સાથે અને ભલામણ વિના કરવામાં આવશે. અમારી સરકાર કતારમાં ઉભેલા છેલ્લા વ્યક્તિને સગવડ અને સન્માન આપવા માટે કામ કરી રહી છે.
પંજાબ પહેલુ રાજ્ય છે જેણે આ સુવિધા આપી
સીએમ માને કહ્યુ કે, 'પંજાબ પહેલુ રાજ્ય છે જેણે આ સુવિધા આપી છે. અમે તે વચન પૂરુ કરી રહ્યા છીએ જે અમે વચન આપ્યુ હતુ કે અમારી સરકાર કતારમાં ઉભેલા છેલ્લા વ્યક્તિ સુધી સુવિધા અને સન્માન આપવા માટે કામ કરશે.' સીએમ માને કહ્યુ, 'જ્યારથી અમારી સરકાર બની છે, અમે દરેક વર્ગ માટે કામ કરી રહ્યા છીએ. ખેડૂતો હોય, ખેતમજૂરો હોય કે ઉદ્યોગ હોય, સરકારી કર્મચારી હોય કે ખાનગી, અમે દરેકની સમસ્યાઓ સાંભળીએ છીએ અને તેનુ નિરાકરણ કરીએ છીએ.'
તમને જણાવી દઈએ કે આ પહેલા શનિવારે પંજાબ અને હરિયાણા સરકારે સર્વસંમતિથી ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટનુ નામ બદલીને શહીદ ભગત સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરી દીધુ છે.