નવી દિલ્હી : અત્યાર સુધી એવી ચર્ચા હતી કે અદાણી ગ્રુપ NDTV હસ્તગત કરી શકે છે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ જૂથ NDTVમાં કેટલો હિસ્સો ખરીદશે.
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ 29.18 ટકા હિસ્સો ખરીદશે. AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ (AMNL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VPCL) દ્વારા સંપાદન કરવામાં આવશે. AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ (AMNL) અદાણી એન્ટરપ્રાઇઝની માલિકીની છે.
આ અટકળોનો ફાયદો NDTVના શેરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જો કે હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સંપૂર્ણ અધિગ્રહણ નથી, પરંતુ અદાણી ગ્રુપે આ મીડિયા ગ્રુપનો લગભગ 30 ટકા હિસ્સો ખરીદ્યો છે.
એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડના સીઈઓ અને સીનિયર જર્નલિસ્ટ સંજય પુગલિયાએ એક નિવેદનમાં કહ્યું કે, આ અધિગ્રહણ મીડિયા ઈંડસ્ટ્રીમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. અમે ભારતીય નાગરિક, ગ્રાહકો અથવા ભારતમાં રસ દાખવનારાને સૂચના અને જ્ઞાન સાથે સશક્ત બનાવવા માગીએ છીએ. એનડીટીવી અમારા દ્રષ્ટિકોણને પુરા કરવા માટે સૌથી કારગર પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે સમાચાર વિતરણમાં NDTVના નેતૃત્વને મજબૂત કરવા માટે તત્પર છીએ.