Manish Sisodia: એક પત્રકાર તરીકે શરુ કરી હતી કરિયર, જાણો કેટલી સંપત્તિના છે માલિક?

|

નવી દિલ્લીઃ નવી એક્સાઈઝ પોલિસી કેસમાં CBI તપાસથી ઘેરાયેલા દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે ભાજપ પર મોટો આરોપ લગાવીને ટ્વિટ કર્યુ કે, 'મને ભાજપનો સંદેશ મળ્યો છે - AAP તોડો અને ભાજપમાં જોડાઈ જાવ, બધા CBI-ED કેસ બંધ કરાવી દઈશુ. મારો ભાજપને મારો જવાબ - હું મહારાણા પ્રતાપનો વંશજ છુ, હું રાજપૂત છુ, હું માથુ કપાવી લઈશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહિ. મારી સામેના તમામ કેસ ખોટા છે, તમારે જે કરવુ હોય તે કરી લો.'

ભાજપે પણ કર્યો પલટવાર

જે બાદ ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે અને સિસોદિયા, સીએમ કેજરીવાલ અને AAP પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે જનતાએ જેમને સેવા કરવાની તક આપી છે તેઓ બેઈમાન બની ગયા છે. આનો જવાબ કોણ આપશે અરવિંદ કેજરીવાલ કે મનીષ સિસેદિયા?

CBIએ મનીષ સિસોદિયાને પહેલા આરોપી બનાવ્યા

હાલમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈનુ કહેવુ છે કે સિસોદિયાના ખૂબ જ નજીકના અમિત અરોરા, દિનેશ અરોરા, અર્જુન પાંડેએ નવી એક્સાઈઝ પૉલિસી કેસમાં પૈસા ખાધા છે. તેમણે પોતાની FIRમાં મનીષ સિસોદિયાને પહેલા આરોપી બનાવ્યા છે.

એક પત્રકાર તરીકે શરુ કરી હતી કરિયર

05 જાન્યુઆરી 1972ના રોજ ઉત્તર પ્રદેશના હાપુરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા મનીષ સિસોદિયાએ ભારતીય વિદ્યા ભવનમાંથી માસ કોમમાં ડિપ્લોમા કરીને પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોના પ્રખ્યાત કાર્યક્રમ 'ઝીરો અવર'ના હોસ્ટ પણ રહી ચૂક્યા છે. તેમણે થોડા દિવસો માટે ઝી ન્યૂઝમાં ન્યૂઝ રીડર તરીકે પણ કામ કર્યુ છે પરંતુ વર્ષ 2006માં તેમણે કેજરીવાલ અને અભિનંદન સેખરી સાથે મળીને 'પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી જેના પછી તેમનું જીવન બદલાઈ ગયું.

સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રીનુ સમ્માન

દેશે તેમને ઓળખ્યા વર્ષ 2011માં અન્ના હજારેના ભ્રષ્ટાચાર આંદોલનથી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના અસ્તિત્વમાં આવ્યા બાદ 2013માં AAPની ટિકિટ પરથી ચૂંટણી લડીને તેઓ જીત્યા અને 2015માં દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન બન્યા. તેઓ 'સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી'નુ સન્માન પણ મેળવી ચૂક્યા છે.

ના ગાડી, ના બંગલો, ઘર પણ પત્નીના નામનુ

તમને એ પણ જણાવી દઈએ કે સિસોદિયા પાસે ન તો પોતાની કોઈ કાર છે અને ના તો તેમના નામે કોઈ બંગલો છે. તેઓ જ્યાં રહે છે તે ઘર પણ તેમની પત્ની સીમા સિસોદિયાના નામે છે. તેમણે વર્ષ 2020માં દાખલ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે હાલમાં કુલ રૂ.93,50,305ની સંપત્તિ છે. જેમાં તેમની પત્નીની રૂ. 65 લાખની સ્થાવર સંપત્તિ ઉપરાંત તેમની પત્ની પાસેનુ 50 ગ્રામ સોનુ પણ સામેલ છે.

मेरे पास भाजपा का संदेश आया है- “आप” तोड़कर भाजपा में आ जाओ, सारे CBI ED के केस बंद करवा देंगे

मेरा भाजपा को जवाब- मैं महाराणा प्रताप का वंशज हूँ, राजपूत हूँ। सर कटा लूँगा लेकिन भ्रष्टाचारियो-षड्यंत्रकारियोंके सामने झुकूँगा नहीं। मेरे ख़िलाफ़ सारे केस झूठे हैं।जो करना है कर लो

— Manish Sisodia (@msisodia) August 22, 2022

MORE DELHI NEWS  

Read more about:
English summary
Delhi's Deputy Chief Minister Manish Sisodia charged by CBI started career as a journalist, Read his Net Worth.
Story first published: Tuesday, August 23, 2022, 9:48 [IST]