પુત્રની ચાહતમાં આંધળો થયો પતિ, તાંત્રિકના કહેવા પર સૌની સામે પત્નીને કરાવ્યુ કપડા કાઢીને સ્નાન

|

કહેવા માટે કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, પરંતુ હજુ પણ કેટલાક એવા લોકો છે જે પુત્રની લાલસામાં ગમે તેટલા ઘૃણાજનક કામ કરતા શરમાતા નથી. હવે આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે, જ્યાં પુત્રની લાલસામાં વેપારીએ પોતાની પત્નીને તાંત્રિકના કહેવા પર જાહેરમાં કપડા કાઢીને સ્નાન કરાવવા માટે મજબૂર કરી હતી.

નગ્ન સ્નાન કરવાની ફરજ પડી

પતિ-પત્નીના સંબંધોની આ શરમજનક ઘટના મહારાષ્ટ્રના રત્નાગીરીથી પ્રકાશમાં આવી છે, જ્યાં એક 38 વર્ષીય વેપારીએ જિલ્લાના મલેશ્વર ધોધ નીચે કાળા જાદુ કરવા માટે તેની પત્નીને જાહેરમાં નગ્ન હાલતમાં સ્નાન કરવા માટે દબાણ કર્યું હતું. જે એક તાંત્રિક દ્વારા અંજામ આપવામાં આવી રહ્યો હતો.

પુત્રની ઇચ્છા માટે કાળુ જાદુ કરાવ્યુ

મળતી માહિતી મુજબ એક તાંત્રિકના કહેવા પર, વેપારીએ પુત્રના જન્મની ઈચ્છા કરવા માટે કાળા જાદુની વિધિના ભાગરૂપે તેની પત્નીને બળજબરીથી જાહેરમાં સ્નાન કરાવ્યું. તાંત્રિકે કહ્યું હતું કે આમ કરવાથી તેનો પુત્ર પ્રાપ્ત થશે. આ પછી મહિલાની ફરિયાદ પર ભારતી વિદ્યાપીઠ પોલીસે એફઆઈઆર નોંધીને આરોપી પતિ તંત્રી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં મહિલાના સાસુ અને સસરા પણ સામેલ હતા.

પુત્ર માટે ત્રાસ આપતો હતો

મહિલાએ તેની પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓ લગ્ન પછી 2013 થી દહેજ અને પુત્રને જન્મ ન આપવા માટે તેને સતત ત્રાસ આપતા હતા. મહિલાની ફરિયાદ બાદ પુણે પોલીસે રવિવારે મૌલાના બાબા જમાદાર, તાંત્રિક, પતિ અને સાસરિયાં સહિત ચાર લોકો સામે કેસ નોંધ્યો છે.

બનાવટી સહી કરી લોન લીધી

પીડિતાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ તેની બનાવટી સહી કરીને તેની મિલકત પર 75 લાખ રૂપિયાની લોન લીધી હતી અને વ્યવસાયિક હેતુ માટે તેના ઘરેણાં પણ લઈ લીધા હતા. મહિલાઓની ફરિયાદ બાદ પુણે પોલીસે એફઆઈઆર અથવા કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે.

MORE GOVERNMENT NEWS  

Read more about:
English summary
The Tantrik made the Women take off her clothes and take a bath in front of everyone
Story first published: Tuesday, August 23, 2022, 18:16 [IST]