કેજરીવાલે ચૂંટણી વચનો આપ્યા
કેજરીવાલે આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું દુનિયાના શ્રેષ્ઠ મુખ્યમંત્રીને મારી સાથે લઈને આવ્યો છું. કેજરીવાલે ગુજરાતના બાળકનેસારું શિક્ષણ આપવાનું વચન આપ્યું છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 1 લાખ કરોડ બાળકો શાળાએ જાય છે, જેમની સાથેછેતરપિંડી થઈ રહી છે અને જો આ વખતે ભાજપને ફરી તક આપવામાં આવશે, તો આગામી 5 વર્ષ બગડી જશે.
તેમણે લોકોને કહ્યું કે, જોતેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં અહીં AAPની સરકાર બનાવશે, તો તેઓ ગુજરાતના શહીદોના પરિવારોને 1 કરોડ રૂપિયા આપશે.
'કદાચ મારી પણ ધરપકડ કરી શકે છે'
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી સિસોદિયા દિલ્હીમાં દારૂ કૌભાંડના કેસમાં ઘેરાયેલા છે. તેઓ હાલ કેજરીવાલ સાથે ગુજરાત પ્રવાસે છે.
આ દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓ મનીષ સિસોદિયાની ધરપકડ કરશે, કદાચ મારી પણ ધરપકડ કરે.
|
સિસોદિયાને આપો 'ભારત રત્ન'
મનિષ સિસોદિયાના બચાવમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, મનીષ સિસોદિયાને ભારત રત્ન મળવો જોઈએ. આ સાથે જ કેજરીવાલે એમ પણકહ્યું કે, સિસોદિયા દેશના શિક્ષણ મંત્રી હોવા જોઈએ.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાનો પણ બચાવ કર્યો હતો. તેમણે સિસોદિયાને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી ગણાવ્યા હતા.