નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધઘટ થઈ રહી છે. શનિવારે(20 ઓગસ્ટ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,272 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન એક દિવસમાં 13,900 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી દર 4.21 ટકા છે. દેશમાં કોરોના રિકવરી રેટ 98.58 ટકા પર પહોંચી ગયો છે.
ભારતમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 1,01,166 થઈ ગઈ છે. ગઈકાલે નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 1,01,830 હતી. 24 કલાકના સમયગાળામાં સક્રિય COVID-19 કેસમાં 664 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ કેસના 0.23 ટકાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના કેસની કુલ રિકવરી 4,36,99,435 થઈ ગઈ છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે 5,27,289 છે. ભારતમાં કોરોના રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020માં થયુ હતુ.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) અનુસાર 19 ઓગસ્ટ સુધી કોરોના માટે 88,21,88,283 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 24 કલાકમાં 3,15,231 સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. દેશમાં કોરોના રસીકરણની સંખ્યા 2,09, 40,48,140 છે. વળી, છેલ્લા 24 કલાકમાં 13,15,536 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દિલ્લીના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર શુક્રવારે દિલ્લીમાં 1,417 નવા કોરોના કેસ નોંધાયા છે. દિલ્લીમાં એક દિવસમાં 3 લોકોના મોત થયા છે. દિલ્લીમાં પૉઝિટિવિટી દર 7.53 ટકા છે. દિલ્લીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 19,91,772 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 26,411 છે.