જન્માષ્ટમી પર મથુરાના બાંકે બિહારી મંદિરમાં દૂર્ઘટના, ભીડમાં દબાઈને 2ના મોત

|

નવી દિલ્લીઃ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર મથુરાના વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં એક દૂર્ઘટના સર્જાઈ છે જેમાં ભીડમાં ફસાઈને બે લોકોના મોત થયા છે. મથુરાના એસએસપીએ જણાવ્યુ છે કે 'મથુરાના બાંકે બિહારીમાં મંગળા આરતી દરમિયાન મંદિરના એક્ઝિટ ગેટ પર એક ભક્ત બેભાન થઈ ગયો હતો જેના કારણે ભક્તોની અવરજવર અટકી ગઈ હતી. ભારે ભીડ હોવાથી પરિસરની અંદર ગૂંગળામણને કારણે ઘણા લોકોના શ્વાસ રૂંધાયા હતા જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે.'

ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મથુરાના બાંકે બિહારી મંદિર પરિસરમાં અચાનક ભક્તોની ભીડ જોવા મળી હતી. ભારે ભીડને કારણે ગૂંગળામણ જેવુ વાતાવરણ હતુ. ન્યૂઝ ચેનલ આજ તકના જણાવ્યા મુજબ બાંકે બિહારી મંદિરમાં ભીડ એટલી હતી કે મંગળા આરતી દરમિયાન 50થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા. આજ તકે એસએસપી અભિષેક યાદવને ટાંકીને કહ્યુ કે ભીડ વધી જવાને કારણે આ દૂર્ઘટના સર્જાઈ છે. મૃતકોની ઓળખ નોઈડાની રહેવાસી નિર્મલા દેવી અને જબલપુર મૂળના વૃંદાવનના રહેવાસી રાજકુમાર તરીકે થઈ છે.

#WATCH | Uttar Pradesh: Devotees crammed inside Banke Bihari temple premises in Mathura as their movement got restricted amid a huge crowd that gathered there pic.twitter.com/0QIbWYLOKI

— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 20, 2022

વળી, મંદિરના સેવકોનો દાવો છે કે અધિકારીઓએ VIPના નામ પર તેમની રૂઆબ બતાવ્યો અને ઘણા લોકોને અંદર આવવા દેવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યુ છે કે મથુરા રિફાઇનરીના એક વરિષ્ઠ પોલીસ અધિકારી તેમના પરિવારના 7 સભ્યો સાથે મંગળા આરતીમાં હાજર હતા. સેવાદારે એવો પણ દાવો કર્યો છે કે અધિકારીઓના સંબંધીઓ ટેરેસ પર બનેલી બાલ્કનીમાંથી બાંકે બિહારીના દર્શન કરી રહ્યા હતા. પરંતુ અરાજકતા દરમિયાન અધિકારીઓએ તેના પરિવારની સલામતી માટે ઉપરના માળના દરવાજા બંધ કરી દીધા હતા. જેના કારણે લોકોને બચાવવાનુ ખૂબ મુશ્કેલ બન્યુ હતુ.

Uttar Pradesh | During Mangla Arti at Banke Bihari in Mathura, one devotee fainted at exit gate of temple due to which movement of devotees was restricted. As their was huge crowd, many inside the premises were suffocated due to humidity. 2 people lost their lives: SSP, Mathura pic.twitter.com/UCy1hzVIeI

— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 20, 2022

MORE VRINDAVAN NEWS  

Read more about:
English summary
Mathura vrindavan Banke Bihari accident People died during shree krishna janmashtami Mangla Arti
Story first published: Saturday, August 20, 2022, 8:19 [IST]