પટના : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. નીતિશ કુમાર બિહારના 5 જિલ્લાઓમાં દુષ્કાળની સ્થિતિનું હવાઈ સર્વેક્ષણ કરવા નીકળ્યા હતા. ગયા જિલ્લામાં ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર રોડ માર્ગે પટના પરત ફરી રહ્યા છે. તેમના માટે કાફલાની વ્યવસ્થા કરવામાં આવી છે.
બિહારમાં ઓછા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બરબાદ થયો છે. જે બાદ શુક્રવારના રોજ સીએમ નીતીશ કુમાર દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરવા માટે હવાઈ પ્રવાસ પર ગયા હતા. જહાનાબાદ, અરવાલ અને અન્ય જિલ્લાઓમાં હવાઈ પ્રવાસ પર ગયેલા નીતિશ કુમારને ગયા જિલ્લામાં ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો.
નીતીશ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર સીએમ નીતિશ કુમાર સહિત અન્ય લોકો સુરક્ષિત છે. સીએમ નીતીશ કુમાર ગયામાં ઉતર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર ઝડપથી એક્શનમાં આવી ગયું છે. આ પછી ગયાના ડીએમ સહિત જિલ્લા એસપી અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સીએમ નીતીશ કુમાર રોડ માર્ગે પટના પાછા જવા માટે કાફલાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બાદ સીએમ નીતિશ કુમાર હવે ગયાથી રોડ માર્ગે પટના પરત ફરી રહ્યા છે. ગયાના ડીએમ ડૉ. થિયાગરાજને કહ્યું કે ઈમરજન્સી લેન્ડિંગ કહેવું યોગ્ય નથી. ખરાબ હવામાનના કારણે CMનું હેલિકોપ્ટર ગયામાં લેન્ડ કરવામાં આવ્યું છે.