11 રાજ્યોમાં મહિલાઓને વધુ સેક્સ પાર્ટનર હોવાનો ખુલાસો
આ સર્વે NFHS દ્વારા કરવામાં આવ્યો છે. આ માહિતી અનુસાર, 1.1 લાખ મહિલાઓ અને 1 લાખ પુરૂષો વચ્ચે કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુરૂષો કરતાં મહિલાઓ માટે સેક્સ પાર્ટનરની સરેરાશ સંખ્યા વધારે છે. સર્વેમાં એવું બહાર આવ્યું છે કે 11 રાજ્યોમાં અને દેશના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુરૂષો કરતાં મહિલાઓ વધુ સેક્સ પાર્ટનર ધરાવે છે.
જાણો કયા છે તે 11 રાજ્યો
જે રાજ્યોમાં સેક્સ પાર્ટનરની બાબતમાં મહિલાઓની સૌથી વધુ સંખ્યા જોવા મળી છે તેમાં રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, આસામ, કેરળ, લક્ષદ્વીપ, પુડુચેરી અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
રાજસ્થાનમાં આવી મહિલાઓની સંખ્યા સૌથી વધુ
રાજસ્થાનમાં પુરુષો માટે 1.8ની સરખામણીમાં સરેરાશ 3.1 સેક્સ પાર્ટનગર ધરાવતી સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા છે.
સર્વેમાં આ ખુલાસો
સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે 4 ટકા પુરૂષો એવા પુરૂષો હતા જેમણે કોઈ એવી વ્યક્તિ સાથે સેક્સ કર્યું હતું જે ન તો તેમની પત્ની હતી કે ન તો તેમની સાથે રહેતી હતી. જે મહિલાઓની સરખામણીમાં 0.5 ટકા વધારે છે. એટલે કે સર્વેક્ષણ પહેલાના 12 મહિનામાં એવા પુરૂષોની ટકાવારી 4 ટકા હતી જેઓ તેમની પત્ની કે લિવ-ઇન પાર્ટનર ન હોય તેવી વ્યક્તિ સાથે સેક્સ માણે છે. મહિલાઓ માટે આ સંખ્યા 0.5 ટકા હતી.