કેલિફૉર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં બે વિમાનો પરસ્પર અથડાઈ ગયા. ગુરુવારે આ બે નાના વિમાન આકાશમાં ટકરાયા હતા જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્લેન વોટસનવિલે શહેરના સ્થાનિક એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યુ હતુ. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યુ હતુ કે વોટસનવિલે મ્યુનિસિપલ એરપોર્ટ પર બે વિમાનો જ્યારે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અથડાયા હતા. અમને ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
શહેરના અધિકારીઓએ ટ્વિટર દ્વારા પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યુ હતુ કે, 'બે વિમાનો અથડાયા પછી ઘણી એજન્સીઓએ વોટસનવિલે મ્યુનિસિપલ એરપોર્ટ પર જવાબ આપ્યો હતો. અમારી પાસે ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે.' આ ઘટનાની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. વધુ માહિતી દિવસભરમાં મળી રહેશે.