લાંબા સમય બાદ પણ પોલીસ ન પહોંચી
મળતી માહિતી મુજબ, આ ચોંકાવનારી ઘટના જયપુરના રાયસર ગામની છે. 10 ઓગસ્ટના રોજ સવારે આઠ કલાકે રેગરોન વિસ્તારમાંરહેતી શિક્ષિકા અનિતા રેગર (32) તેના પુત્ર રાજવીર (6) સાથે વીણા મેમોરિયલ સ્કૂલ જઈ રહી હતી.
આ દરમિયાન કેટલાક દબંગ જાતિનાલોકોએ તેને ઘેરી લીધી અને તેના હુમલો કર્યો હતો આ દબંગ જાતિના અસામાજિક તત્વોથી બચવા માટે અનિતા નજીકમાં બનેલા ઘરમાંઘૂસી ગઈ હતી. તેની મદદ માટે ડાયલ 100ને જાણ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય બાદ પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી.
દબંગ જાતિના અસામાજિક તત્વોએ શિક્ષિકાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી
આ પછી, તક મળતા જ દબંગ જાતિના અસામાજિક તત્વોએ પેટ્રોલ છાંટીને શિક્ષિકા પર લગાવી દીધું હતું. જ્વાળાઓમાં લપેટાયેલી અનિતામદદ માટે બૂમો પાડતી રહી, પરંતુ કોઈ તેની વહારે આવ્યું નહીં.
ઘટનાની માહિતી મળતાં જ શિક્ષિકાના પતિ તારાચંદ તેમના પરિવારનાસભ્યો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પત્નીને જામવરમગઢની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં 70 ટકા દાઝી ગયેલી અનિતાનેપ્રાથમિક સારવાર બાદ જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
આ કારણે જીવતી સળગાવી દેવામાં આવી
મૃતક શિક્ષિકા અનિતાએ આરોપીઓને 2.5 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ઘણા દિવસોથી તે આરોપી પાસેથી તેના પૈસા પરત માંગતીહતી. વારંવાર પૈસા માંગવા પર આરોપીઓ શિક્ષિકા સાથે મારપીટ અને અભદ્ર વર્તન કરતા હતા.
આ અંગે અનિતાએ 7 મેના રોજ રાયસરપોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે શિક્ષિકાની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન કરી અને આખરેદબંગ જાતિના અસામાજિક તત્વોએ મહિલાને જીવતી સળગાવી દીધી હતી.
|
આરોપીઓની ધરપકડ કરાઇ નથી
મૃતક શિક્ષકના પતિ તારાચંદે રામકરણ, બાબુલાલ, ગોકુલ, મૂળચંદ, સુરેશ ચંદ, આનંદી, પ્રહલાદ રેગર, સુલોચના, સરસ્વતી અને વિમલાપર પોતાની પત્ની પર પેટ્રોલ નાંખીને આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ તારાચંદનું કહેવું છે કે, ફરિયાદ બાદ પણ પોલીસેઆરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. હજૂ સુધી એક પણ આરોપી પકડાયો નથી.
મંગળવારની મોડી રાત્રે શિક્ષિકાના મોત બાદ આવીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.