જમ્મુ કાશ્મીરમાં વધ્યો આંતર્કલેશ, ગુલામ નબીના રાજીનામા બાદ પાર્ટી હાઈકમાન્ડ પર ગંભીર આરોપ

|

નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનુ જમ્મુ અને કાશ્મીર પ્રચાર સમિતિની સાથે પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્યપદેથી રાજીનામું એ સ્પષ્ટ સંકેત છે કે ત્યાંની કોંગ્રેસ સમિતિમાં વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી. એક વરિષ્ઠ નેતા થોડા કલાકોમાં પાર્ટી હાઈકમાન્ડ તરફથી મહત્વપૂર્ણ જવાબદારીને ઠુકરાવી દે છે. આ અંગે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર હતી પરંતુ હવે ખુદ પાર્ટીના નેતાઓ આ વાતને સમર્થન આપી રહ્યા છે. જમ્મુના કોંગ્રેસના નેતા અશ્વિની હાંડાએ કહ્યુ છે કે નવી રચાયેલી પ્રચાર સમિતિએ જમ્મુ અને કાશ્મીરમાં પાર્ટીના જમીની કાર્યકરોની આકાંક્ષાઓની અવગણના કરી છે. તેમની સાથે અન્યાય થયો છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય હાજી અબ્દુલ રશીદ દરોએ કહ્યુ છે કે અમે નાખુશ છીએ કારણ કે J&K PCC ચીફ અંગે નિર્ણય લેતા પહેલા વરિષ્ઠ નેતાઓની સલાહ લેવામાં આવી ન હતી. પીસીસી ચીફ દ્વારા તાજેતરની ઘોષણાઓના વિરોધમાં અમે પાર્ટીની સંકલન સમિતિમાંથી રાજીનામુ આપ્યુ છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલઝાર અહેમદ વાનીએ કહ્યુ કે, 'મેં તાજેતરમાં જ કેન્દ્રશાસિત પ્રદેશમાં PCC ચીફની નિમણૂકના વિરોધમાં જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું છે. પાર્ટીનો નવો નિર્ણય કોંગ્રેસની તરફેણમાં નથી.

જમ્મુમાં કોંગ્રેસના નેતા અશ્વિની હાંડાએ કહ્યુ કે નવી રચાયેલી પ્રચાર સમિતિએ જમ્મુ અને કાશ્મીરમાં પાર્ટીના જમીની કાર્યકરોની આકાંક્ષાઓને અવગણી છે. તેમની સાથે અન્યાય થયો છે. આથી ગુલામ નબી આઝાદે સમિતિથી અસંતુષ્ટ હોવાથી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસે મંગળવારે ગુલામ નબી આઝાદના નજીકના ગણાતા વકાર રસૂલ વાનીને જમ્મુ અને કાશ્મીર એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે વરિષ્ઠ નેતા આઝાદ(73)ને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પ્રચાર સમિતિની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ આઝાદે આ પદ સંભાળવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આ નિર્ણય માટે તેમના સ્વાસ્થ્યનુ કારણ દર્શાવ્યુ હતુ. તેમણે કોંગ્રેસ નેતૃત્વને તેમના નિર્ણયની જાણ કરી હતી. આ અંગે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા અલગ-અલગ નિવેદનો આપવામાં આવી રહ્યા છે.

MORE CONGRESS NEWS  

Read more about:
English summary
Resignation of Gulam Nabi serious allegations congress high command infighting JK Congress
Story first published: Wednesday, August 17, 2022, 7:22 [IST]