ચંદીગઢઃ આમ આદમી પાર્ટીની સરકારો દ્વારા જનતાને મફત વીજળી, પાણી અને શિક્ષણની યોજનાઓ પર વિરોધ પક્ષો દ્વારા બિનજરૂરી પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કલ્યાણકારી યોજનાઓને 'રેવડી સંસ્કૃતિ' ગણાવી હતી અને કહ્યુ હતુ કે તેનાથી દેશ પર બોજ વધશે, આ સંસ્કૃતિ ખતમ થવી જોઈએ. આના પર આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ તેમને ઘણુ બધુ કહ્યુ. હવે આમ આદમી પાર્ટીના પંજાબના નેતા અને મુખ્યમંત્રી ભગવંત માને પણ ભાજપને આકરા સવાલો કર્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે યોજનાઓના રૂપમાં જનતાને તેમના ટેક્સના પૈસા પાછા આપવાને 'રેવડી' કહી શકાય નહિ. માને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યુ કે જે લોકો કહેતા હતા કે રેવડી સંસ્કૃતિ ખતમ થવી જોઈએ, હું પૂછુ છુ કે તમે તમારા મિત્રોને લોન માફ કરવા વિશે શું કહેશો? અમે જે પણ કર્યુ છે એ જનતા માટે કર્યુ છે. અમારી સરકાર જનતા પર જ ખર્ચ કરશે કારણ કે તે તેમના છે. માને પ્રશ્નાર્થ સ્વરમાં વધુમાં કહ્યુ કે ભાજપે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા મોકલવાની વાત કરી હતી, તે ક્યાં છે?
ભગવંત માન અહીંથી ન અટક્યા. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યુ કે તેઓ તેમના મિત્રોને 10 લાખ કરોડ રૂપિયાની લોન આપી રહ્યા છે, તે શું છે? એ છે મફત રેવડી.. અરે, અમે તો જનતાના પૈસાને જનતાની સેવામાં લગાવી રહ્યા છીએ, એ રેવડી નથી. રેવડી એ છે જે તમે તમારા મિત્રો માટે કર્યુ છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે અમારી સરકાર જનતાના નાણાંનો સદુપયોગ કરી રહી છે અને તેનો લોકોના કલ્યાણ માટે ખર્ચ કરી રહી છે. દેશના સામાજિક-આર્થિક વિકાસમાં લોકો સમાન ભાગીદાર બને તે માટે વીજળી, પાણી, શિક્ષણ જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે ભાજપની કેન્દ્ર સરકાર ઉલટુ કરે છે, તે ગરીબોને મફતમાં આપવા માંગતી નથી, તેઓએ તેમના કોર્પોરેટ મિત્રોને દિવસના અજવાળામાં તિજોરી લૂંટવાની છૂટ આપી છે. તેમાંથી ઘણાએ વિવિધ બેંકોમાંથી લાખો કરોડો રૂપિયા લીધા અને દેશ છોડીને ભાગી ગયા.
માન પહેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મોદી અને ભાજપના કાર્યકરો પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સમર્થકો AAP સરકારની કેટલીક યોજનાઓને ફ્રી રેવડી ગણાવી રહ્યા છે. AAP નેતાઓએ મોદીના રેવડી નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી.