CM કેજરીવાલે કહ્યુ - 'મારો ધ્યેય ભારતને દુનિયાનો નંબર વન દેશ બનાવવાનો છે'

|

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યુ કે મારો ઉદ્દેશ્ય ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવાનો છે.અને હું જાણુ છુ કે દેશની 130 કરોડની વસ્તી આ કાર્યમાં મને ચોક્કસપણે સાથ આપશે. કેજરીવાલે આ વાત દિલ્લીના ત્યાગરાજ સ્ટેડિયમમાં આયોજિત 'હર હાથ ત્રિરંગા' કાર્યક્રમ દરમિયાન કહી હતી. તેમણે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભીમ રાવ આંબેડકર અને શહીદ ભગત સિંહ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ યાદ કર્યા. તેમણે કહ્યુ કે આખો દેશ દેશભક્તિની લહેરમાં ડૂબેલો છે. દરેક જગ્યાએ કાર્યક્રમો થઈ રહ્યા છે. શહીદોને યાદ કરવાનો સમય આવી ગયો છે જેમની શહાદત અને સંઘર્ષથી આપણને આઝાદી મળી.

તેમના સપનાઓને યાદ કરવાનો આ સમય છે જેના કારણે આપણને આઝાદી મળી છે. હું(અરવિંદ કેજરીવાલ) ખાસ કરીને બે સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઉલ્લેખ કરવા માંગુ છુ, એક આંબેડકર અને બીજા શહીદ ભગતસિંહ. આંબેડકર જી, જેમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો. તેઓ એક ગરીબ પરિવારમાંથી બહાર આવ્યા, સ્વતંત્રતા માટે લડ્યા અને દલિત અને પછાત વર્ગના અધિકારો માટે લડ્યા. તેમણે બે ડોક્ટરેટ કર્યુ અને વિશ્વનુ શ્રેષ્ઠ બંધારણ આપ્યુ. આજે આપણે જે પ્રકારનુ ભારત જોઈ રહ્યા છીએ, જેમાં લોકોને સમાન અધિકારો છે, તેના કારણે જ તેમને મૂળભૂત અધિકારો મળે છે. એક અન્ય સ્વતંત્રતા સેનાની હતા જેમનુ નામ ભગતસિંહ હતુ. 23 વર્ષની ઉંમરે કોઈ એન્જિનિયરિંગ કરી રહ્યુ છે તો કોઈ ગર્લફ્રેન્ડની શોધમાં છે પરંતુ 23 વર્ષની ઉંમરે તેમણે દેશ માટે બલિદાન આપી દીધુ.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યુ કે આજે અમે સમગ્ર દિલ્લીમાં 500 ત્રિરંગા લગાવ્યા છે. દિલ્લી આજે તિરંગાનું શહેર બની ગયુ છે, દેશમાં સૌથી વધુ ત્રિરંગા અહીં છે. આજે અહીં આવતા મેં તેમાંથી 9 ત્રિરંગા જોયા. એ જ અમારો ઉદ્દેશ્ય હતો. આપણે રોજિંદા જીવનમાં દેશને ભૂલી જઈએ છીએ પરંતુ દિલ્લી તમને ભૂલવા નહિ દે.

આજે દિલ્લીમાં 25 લાખ બાળકોને તિરંગાનુ વિતરણ કરવામાં આવ્યુ છે. 100 જગ્યાએ કાર્યક્રમો ચાલી રહ્યા છે. આઝાદીના 75 વર્ષના આ અવસર પર મનમાં એક પ્રશ્ન ઉદભવે છે. 75 વર્ષમાં આપણે ઘણી પ્રગતિ કરી છે પરંતુ ઘણા દેશો ભારતથી આગળ નીકળી ગયા છે. સિંગાપોરને 15 વર્ષ પછી આપણાથી આઝાદી મળી, બીજા વિશ્વયુદ્ધમાં જાપાન બરબાદ થઈ ગયુ, જર્મની પણ તબાહ થઈ ગયુ, પણ બધા આપણાથી આગળ નીકળી ગયા. ભારતના લોકો વિશ્વના સૌથી બુદ્ધિશાળી અને મહેનતુ લોકો છે, છતાં પણ આપણે કેમ પાછળ રહી ગયા.

MORE DELHI NEWS  

Read more about:
English summary
CM Kejriwal said- "My aim is to make India the number one country in the world"
Story first published: Tuesday, August 16, 2022, 12:34 [IST]