સિંગરોલીઃ જિલ્લાના એક પાગલ પ્રેમીએ પરિણીત યુવતી સાથે એવી ક્રૂરતા કરી છે જેને સાંભળીને તમારા રુંવાડા ઉભા થઈ જશે. મોરવા પોલિસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝુમરિયા ટોલામાં પરિણીતાના પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં લાકડી નાખી દીધી છે. જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મોરવા પોલfસે મામલાની ગંભીરતા દાખવી આરોપી યુવકની ધરપકડ કરી છે. ઘા ઊંડો થવાને કારણે રક્તસ્ત્રાવ વધી ગયો છે.
માહિતી આપતાં પોલિસ અધિક્ષક શિવ કુમાર વર્માએ જણાવ્યુ હતુ કે એક મહિલા તેના પરિવારના સભ્યો સાથે આવી હતી અને મોરવા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યુ હતુ કે તેની સોસાયટી અને વિસ્તારમાં રહેતા યુવકો તેને હેરાન કરતા હતા. સ્ત્રીની ઉંમર 35 વર્ષ અને પુરુષની ઉંમર 30 વર્ષ છે. બંને પરિણીત છે. પીડિત મહિલા તેને પહેલેથી જ ઓળખતી હતી. ત્રણ દિવસ પહેલા યુવકે યુવતીને સંબંધ રાખવા બાબતે હેરાનગતિ કરી હતી પરંતુ મહિલાએ ના પાડી.
આ પછી મહિલાના પરિવારજનો સાથે પોલિસ સ્ટેશન પહોંચીને આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલિસે ઘટનાની ગંભીરતા દર્શાવતા કેસ નોંધ્યો હતો અને થોડા કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. પોલિસ દ્વારા મહિલાનુ મેડિકલ કરાવવામાં આવ્યુ છે. આ પછી તેને વૈઢન સ્થિત ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલિસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.