નવી દિલ્લીઃ કર્ણાટક સરકારની 'હર ઘર તિરંગા'ની જાહેરાતે નવો વિવાદ ઉભો કર્યો છે. અહીં રાજ્ય સરકારે પીએમ મોદીના 'હર ઘર ત્રિરંગા' વિશે અખબારમાં જાહેરાત આપી છે. જેના પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. પોસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સ્થાન આપવામાં આવ્યુ નથી. જ્યારે જાહેરાતમાં અન્ય નેતાઓ સાથે વીર સાવરકરની તસવીર છપાઈ છે.
કર્ણાટક સરકાર તરફ પીએમ મોદીના 'હર ઘર તિરંગા' અભિયાનના સમર્થનમાં દેશની આઝાદીમાં મોટી ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સ્થાન આપવામાં આવ્યુ નથી. જ્યારે જાહેરાતમાં વિનાયક સાવરકરની તસવીર છપાયેલી છે. આ જાહેરાત કર્ણાટક સરકાર દ્વારા 14 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.
હવે કર્ણાટક સરકારની આ જાહેરાત પર કોંગ્રેસે પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ રાજ્યની ભાજપ સરકારની રાજકીય પ્રેરિત ચાલ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને કર્ણાટકના વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સહિતના કોંગ્રેસના નેતાઓએ જાહેરાતમાં સાવરકરની તસવીર સામેલ કરવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને બરતરફ કરવા જોઈએ.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પોતાના ટ્વીટમાં લખ્યુ, 'નહેરુ સાથે આ પ્રકારની ક્ષુદ્રતા. કર્ણાટકના સીએમ પોતાની ખુરશી બચાવવા માટે આતુર છે, જાણે છે કે તેમણે જે કર્યુ છે તે તેમના પિતા એસઆર બોમાઈ અને તેમના પિતાના પ્રથમ રાજકીય ગુરુ એમએન રોયનુ અપમાન છે. બંને મહાન નેહરુ પ્રશંસક, બાદમાં મિત્રો પણ છે. આ દયનીય છે'. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યુ કે ભારતીય લોકશાહીમાં આ શરમજનક બાબત છે. ભારત આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. સીએમ બસવરાજ બોમાઈને બરતરફ કરવા જોઈએ.
ભાજપના પ્રવક્તા રવિ કુમારે કહ્યુ કે નેહરુના કારણે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા છે એટલા માટે અખબારમાંથી તેમની તસવીર હટાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યુ, 'સરદાર વલ્લભભાઈ પટેલે આપણી આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો તેથી તેમની તસવીર સામેલ કરવામાં આવી હતી. ઝાંસીની રાણી, ગાંધી અને સાવરકર પણ ત્યાં છે. નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ આપણી આઝાદી માટે લડ્યા હતા પરંતુ તેઓએ આપણા દેશના ભાગલા પાડ્યા હતા.