LIVE

76th Independence Day 2022 Live Updates in gujarati: દેશભરમાં મનાવાઈ રહ્યો છે આઝાદીનો ઉત્સવ

|

ભારત આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. ભૌગોલિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો આ દેશ આઝાદીના 75 વર્ષમાં પ્રેમ અને નફરતના અનેક તબક્કામાંથી પસાર થયો છે. વર્ષ 1947 માં, આ દિવસે ભારતીયોએ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી, તે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારત અંગ્રેજોના વસાહતી શાસનમાંથી મુક્ત થયું હતું. આ વર્ષે, 15 ઓગસ્ટના અવસર પર, લોકોને ભારતીય ધ્વજ ફરકાવવા અને તેમને ઘરે લાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે 'હર ઘર તિરંગા અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે.

Newest First Oldest First
11:06 AM, 15 Aug
કોંગ્રેસના નેતા અંબિકા સોનીએ દિલ્લીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
11:05 AM, 15 Aug
આ વર્ષે લાલ કિલ્લા પર મેડ ઇન ઇન્ડિયા ATAGS હોવિત્ઝર તોપથી ત્રિરંગાને સલામી આપવામાં આવી.
10:24 AM, 15 Aug
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને લખ્યુ- છેલ્લા 75 વર્ષમાં પ્રતિભાશાળી ભારતીયોની મહેનતથી ભારતે વિજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય, માહિતી ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં વૈશ્વિક ઓળખ બનાવી છે.
10:23 AM, 15 Aug
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
10:23 AM, 15 Aug
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
10:22 AM, 15 Aug
સેનાના જવાનોએ સિયાચીનમાં વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ મેદાનમાં તિરંગો ફરકાવ્યો હતો.
10:21 AM, 15 Aug
INS તરંગિની પર સવાર ભારતીય નૌકાદળના જવાનોએ યુરોપમાં સમુદ્રમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
10:21 AM, 15 Aug
શ્રીનગરના લાલ ચોકમાં લહેરાવાયો ત્રિરંગો, દેશભરમાં ઉજવાઈ રહ્યો છે સ્વતંત્રતા દિવસ.
9:53 AM, 15 Aug
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી હેડક્વાર્ટરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
9:52 AM, 15 Aug
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરના પોલિસ પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
9:34 AM, 15 Aug
શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવતી વખતે લોકોએ 'વંદે માતરમ'ના નારા લગાવ્યા હતા.
9:34 AM, 15 Aug
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સ્વાતંત્ર્ય દિવસ પર ગુરુ નાનક સ્ટેડિયમ, લુધિયાણામાં ત્રિરંગો ફરકાવ્યો.
9:32 AM, 15 Aug
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્વતંત્રતા દિવસ પર પટના સ્થિત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
9:16 AM, 15 Aug
લાલ કિલ્લા પરથી સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકોને મળ્યા.
9:13 AM, 15 Aug
પીએમ મોદીના સંબોધન બાદ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગામાં રંગાયેલા ફુગ્ગા ઉડાવવામાં આવ્યા હતા.
9:12 AM, 15 Aug
PM મોદીએ જય હિંદ સાથે સંબોધન પૂરુ કર્યુ, સંબોધનમાં ગણાવી દેશની ઉપલબ્ધિઓ.
9:12 AM, 15 Aug
શિક્ષણ હોય કે વિજ્ઞાન, દેશની મહિલાઓ ટોચ પર છે... રમતગમત હોય કે યુદ્ધભૂમિ, ભારતની મહિલાઓ નવી ક્ષમતા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે, મને આવનારા 25 વર્ષમાં મહિલાઓનુ ઘણુ યોગદાન દેખાઈ રહ્યુ છે. જે 75 વર્ષની સફર કરતા ઘણુ આગળ છે - PM મોદી
9:10 AM, 15 Aug
છેલ્લાં 8 વર્ષમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આધાર, મોબાઈલ જેવી આધુનિક પ્રણાલીઓનો ઉપયોગ કરીને અમે ખોટા હાથમાં ગયેલા 2 લાખ કરોડ રૂપિયા બચાવી શક્યા છીએ અને તેને દેશની ભલાઈ માટે ચેનલાઈઝ કરી શક્યા છીએ: PM મોદી
9:08 AM, 15 Aug
જ્યારે હું ભાઈ-ભત્રીજાવાદ અને પરિવારવાદની વાત કરુ છુ ત્યારે લોકો વિચારે છે કે હું માત્ર રાજકારણની વાત કરુ છુ, ના, કમનસીબે રાજકીય ક્ષેત્રની દુષ્ટતાએ ભારતની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષ્યો છે - PM મોદી
9:05 AM, 15 Aug
આજે હું દેશની સેનાના જવાનોને હ્રદયથી અભિનંદન આપવા માંગુ છુ, મારી આત્મનિર્ભરની વાતને એક સંગઠિત સ્વરૂપમાં, સાહસના રૂપમાં સૈનિકો અને સેનાપતિઓએ જે જવાબદારી સાથે પોતાના ખભા પર ઉપાડી હતી તેને હું સલામ કરુ છુ - PM મોદી
9:03 AM, 15 Aug
ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખોખલો કરી રહ્યો છે, દેશે તેની સામે લડવું પડશે, અમારો પ્રયાસ છે કે જેણે દેશને લૂંટ્યો છે, તેમને પરત પણ આપવુ પડે, અમે આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ - પીએમ મોદી
9:02 AM, 15 Aug
આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ, જ્યારે આપણે આપણી ધરતી સાથે જોડાઈશુ ત્યારે આપણે ઊંચે ઉડીશું, જ્યારે આપણે ઊંચે ઉડીશું, ત્યારે જ આપણે વિશ્વને ઉકેલ આપી શકીશુ: પીએમ મોદી
8:58 AM, 15 Aug
આઝાદીના 75 વર્ષ પછી જે અવાજ સાંભળવા આપણા કાન તડપતા હતા, આજે 75 વર્ષ પછી એ અવાજ સંભળાયો છે, 75 વર્ષ પછી પહેલીવાર લાલ કિલ્લા પર ત્રિરંગાને સલામી આપવાનું કામ Maid in India તોપ દ્વારા કરવામાં આવ્યુ છે - પીએમ મોદી
8:57 AM, 15 Aug
હું 5-7 વર્ષના બાળકોને સલામ કરુ છુ, મને ખબર પડી કે તેઓ વિદેશમાં બનેલા રમકડાં સાથે રમવા માંગતા નથી, આ આત્મનિર્ભર ભારતની ઝલક છે: PM મોદી
8:57 AM, 15 Aug
આપણે દેશમાં ભ્રષ્ટાચાર સામે આપણી પૂરી શક્તિથી લડવું પડશેઃ લાલ કિલ્લા પરથી પીએમ મોદી
8:56 AM, 15 Aug
અમારો પ્રયાસ છે કે દેશના યુવાનોને અવકાશથી લઈને મહાસાગરની ઊંડાઈ સુધીના તમામ ક્ષેત્રોમાં સંશોધન માટે શક્ય તમામ સહયોગ મળે, તેથી અમે અમારા સ્પેસ મિશન અને ડીપ ઓશન મિશનનો વિસ્તાર કરી રહ્યા છીએ, આપણા ભવિષ્યનો ઉકેલ અંતરિક્ષ અને સમુદ્રની ઊંડાણમાં છે - પીએમ મોદી
8:50 AM, 15 Aug
આપણે હંમેશા લાલ બહાદુર શાસ્ત્રીના 'જય જવાન, જય કિસાન'ના સૂત્રને યાદ કરીએ છીએ, બાદમાં અટલ બિહારી વાજપેયીએ આ સૂત્રમાં 'જય વિજ્ઞાન' ઉમેર્યુ હતું, હવે તેમાં એક વધુ વાત ઉમેરવાની જરૂર છે - 'જય અનુસંધાન'... જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન- પીએમ મોદી
8:46 AM, 15 Aug
આજે વિશ્વ પર્યાવરણની સમસ્યા સામે ઝઝૂમી રહ્યુ છે, આપણી પાસે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનો માર્ગ છે, આ માટે આપણી પાસે વારસો છે જે આપણા પૂર્વજોએ આપણને આપ્યો છે - પીએમ મોદી
8:46 AM, 15 Aug
આજે દુનિયા હોલિસ્ટીક હેલ્થકેર વિશે વાત કરી રહ્યુ છે, જ્યારે તેઓ સર્વગ્રાહી આરોગ્યસંભાળનો ઉલ્લેખ કરે છે ત્યારે તેઓ ભારતના યોગ અને આયુર્વેદનો ઉલ્લેખ કરે છે, આ તે વારસો છે જે આપણે વિશ્વને આપી રહ્યા છીએ: PM મોદી
8:45 AM, 15 Aug
આપણે જોયુ છે કે કેટલીકવાર આપણી પ્રતિભા ભાષાના બંધનમાં બંધાઈ જાય છે, આ ગુલામીની માનસિકતાનુ પરિણામ છે, આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ - PM મોદી
READ MORE

MORE INDEPENDENCE DAY NEWS  

Read more about:
English summary
Indian Independence Day (15 August) 2022 Live Updates in Gujarati: