32 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા
સોમવારના સવારે 8 કલાકે અપડેટ કરાયેલા ડેટા જણાવે છે કે, 32 મૃત્યુ સાથે મૃત્યુની સંખ્યા વધીને 5,27,069 થઈ ગઈ છે. તાજેતરનાઆંકડામાં, કેરળમાં અગાઉના ચાર મૃત્યુ ઉમેરવામાં આવ્યા છે.
વીકલી પોઝિટિવિટી રેટ 4.65 ટકા
આ સાથે ડેઇલી પોઝિટિવિટી રેટ 7.52 ટકા નોંધાયો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર વીકલી પોઝિટિવિટી રેટ 4.65 ટકા નોંધાયો હતો.
સક્રિય COVID-19 કેસ લોડમાં 647 કેસનો વધારો
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કુલ સંક્રમણના 0.27 ટકા સક્રિય કેસ છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ 98.54 ટકા નોંધાયો છે.
છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય COVID-19 કેસ લોડમાં 647 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે.
કોવિડ મૃત્યુદર 1.19 ટકા નોંધાયો
કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,36,23,804 થઈ ગઈ છે, જ્યારે દેશમાં કુલ કોવિડ મૃત્યુદર 1.19 ટકા નોંધાયોહતો.
કોવિડ રસીના 208.25 કરોડ ડોઝ આપવામાં આવ્યા
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 208.25 કરોડ ડોઝઆપવામાં આવ્યા છે.
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 599 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ સાથે છેલ્લા 24 કલાકમાં 737 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 1 કોવિડ સંબંધિતમૃત્યુ નોંધાયું છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4066 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,996 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,50,396 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4066 થઇ છે. જેમાંથી 22 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 11,99,51,130 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.81 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 74,228 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ 11,99,51,130 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.