મહિલાઓને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ, 1947ના રોજ, આપણે સંસ્થાનવાદી શાસનની બેડીઓ કાપી નાખીહતી. તે શુભ દિવસની વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે, આપણે તમામ સ્વતંત્રતા સેનાનીઓને સલામ કરીએ છીએ. તેમણે દરેક વસ્તુનુંબલિદાન આપ્યું, જેથી આપણે બધા સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકીએ. મોટાભાગના લોકશાહી દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકારમેળવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આપણા પ્રજાસત્તાકની શરૂઆતથી જ ભારતે સાર્વત્રિક પુખ્ત મતાધિકારઅપનાવ્યો હતો.
સંઘર્ષનો આદર કરો
'આઝાદી કે અમૃત મહોત્સવ'નો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દાંડી યાત્રાની યાદને જીવંત કરીને માર્ચ 2021માં આઝાદી કાઅમૃત મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. દાંડી યાત્રા આંદોલન અને ભારતનો સંઘર્ષ આ ઉત્સવથી વિશ્વ મંચ પર પુનઃસ્થાપિત થયો.
આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત સંગ્રામને સન્માન કરીને કરવામાં આવી હતી. આ તહેવાર ભારતના લોકોને સમર્પિત છે.
2047 સુધીમાં પૂર્વજોના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કરો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જણાવ્યા અનુસાર, વર્ષ 2021થી દર વર્ષે 15 નવેમ્બરને 'આદિવાસી ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો સરકારનોનિર્ણય આવકાર્ય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, આપણા આદિવાસી સુપરહીરો માત્ર સ્થાનિક કે પ્રાદેશિક ચિહ્નો નથી, પરંતુ તેઓ સમગ્ર દેશ માટેપ્રેરણા સ્ત્રોત છે. અમારો સંકલ્પ છે કે, વર્ષ 2047 સુધીમાં અમે અમારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને પૂર્ણપણે સાકાર કરીશું.
ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાંથી એક છે
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરકારે ભારતમાં બનેલી રસી સાથે માનવ ઇતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું. ગયા મહિનેભારતે 200 કરોડ વેક્સિન કવરેજનો આંકડો પાર કર્યો છે. આ રોગચાળાનો સામનો કરવામાં અમારી સિદ્ધિઓ વિશ્વના ઘણા વિકસિત દેશોકરતાં વધુ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વ કોરોના મહામારીના ગંભીર સંકટના આર્થિક પરિણામોથી ઝઝૂમી રહ્યું હતું, ત્યારે ભારતેપોતાનીન જાતને સંભાળ લીધી હતી. હવે ફરી ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. હાલમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતીમોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.
નાગરિક મૂળભૂત ફરજો વિશે જાણો
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજે ભારતમાં સંવેદનશીલતા અને કરુણાના મૂલ્યોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ જીવનમૂલ્યોનો મુખ્યઉદ્દેશ્ય આપણા સમાજના વંચિત, જરૂરિયાતમંદ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના કલ્યાણ માટે કામ કરવાનો છે. હું દેશના દરેકનાગરિકને વિનંતી કરું છું કે, તેઓ તેમની મૂળભૂત ફરજો વિશે જાણે, તેમનું પાલન કરે, જેથી આપણું રાષ્ટ્ર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે.
દેશની મહિલાઓ તરફથી આત્મવિશ્વાસ વધ્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જણાવ્યા અનુસાર, આજે દેશમાં આરોગ્ય, શિક્ષણ અને અર્થતંત્ર અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જે સારા ફેરફારો જોવામળી રહ્યા છે, તેના મૂળમાં સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારતના નવા આત્મવિશ્વાસનો સ્ત્રોત દેશની યુવાઓ, ખેડૂતો અને સૌથી વધુ મહિલાઓ છે. મહિલાઓ અનેકરૂઢિઓ અને અવરોધોને પાર કરીને આગળ વધી રહી છે. સામાજિક અને રાજકીય પ્રક્રિયાઓમાં તેમની વધતી ભાગીદારી નિર્ણાયક સાબિતથશે. આજે આપણી પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 14 લાખથી વધુ છે.
ભારતની દીકરીઓ
રાષ્ટ્રપતિ કોવિંદના કહેવા પ્રમાણે, આપણા દેશની ઘણી બધી આશાઓ આપણી દીકરીઓ પર ટકી છે. જો તેમને યોગ્ય તકો આપવામાં આવેતો તેઓ મોટી સફળતા મેળવી શકે છે. આપણી દીકરીઓ ફાઈટર પાઈલટથી લઈને અવકાશયાત્રીઓ બની રહી છે. ભારતની દીકરીઓ દરેકક્ષેત્રમાં પોતાના વિજયપતાકા લહેરાવી રહી છે.
સર્વસ્વ આપવાનો સંકલ્પ કરો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આજે જ્યારે આપણા પર્યાવરણ સામે નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આપણે ભારતનીસુંદરતા સાથે જોડાયેલી દરેક વસ્તુનું મજબૂતીથી રક્ષણ કરવું જોઈએ. પાણી, માટી અને જૈવિક વિવિધતાનું સંરક્ષણ એ આપણી ભાવિપેઢીઓ પ્રત્યેની આપણી ફરજ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું, આપણી પાસે જે પણ છે, તે આપણી માતૃભૂમિએ આપ્યું છે. એટલા માટે આપણે આપણા દેશની સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિમાટે સર્વસ્વ સમર્પણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
|
સુખી અને સમૃદ્ધ જીવન માટે શુભેચ્છાઓ
સંબોધનના અંતે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, તેઓ ભારતના સશસ્ત્ર દળો, વિદેશમાં ભારતીય મિશન અને ડાયસ્પોરા-ભારતીયનેપણ અભિનંદન આપે છે, જેઓ તેમની માતૃભૂમિને ગર્વ આપે છે.
આ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ દેશવાસીઓને સુખી અને સમૃદ્ધજીવનની શુભેચ્છા પાઠવી હતી.