કટ્ટરપંથ મામલે મુસ્લિમ દેશ આગળ
ઇસ્લામ વિશે વાત કરીએ તો અહીં કંઈક વધુ જ છે કારણ કે ભૂલથી પણ ઈસ્લામ ધર્મ કે પયગંબર કે અલ્લાહ વિરુદ્ધ બોલાઈ જાય તો અહીં હિંસક વિરોધ શરૂ થઈ જાય છે. વ્યક્તિએ આવુ કેમ કહ્યુ તે જાણવાની કોશિશ પણ કોઈ કરતુ નથી. હાલમાં જ નૂપુર શર્મના નિવેદન બાદ ભારતમાં પણ કંઈક આવુ જ બન્યુ હતુ. જેના કારણે ઘણા ઇસ્લામિક દેશોએ ભારતીય દૂતાવાસને નિંદાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
કોણ છે સલમાન રશ્દી
75 વર્ષીય લેખક અહેમદ સલમાન રશ્દી બુકર પુરસ્કારથી સમ્માનિત છે. તેમનો જન્મ 19 જૂન 1947ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ મૂળ રીતે નવલકથાકાર રહ્યા છે. જો કે, રશ્દી પોતાને નાસ્તિક ગણાવે છે. તેમને વર્ષ 1981માં લખાયેલી નવલકથા 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' માટે 'બુકર પ્રાઈઝ' એનાયત કરવામાં આવ્યો હતો. આ પુસ્તક દ્વારા તેઓ ખૂબ પ્રખ્યાત થયા. રશ્દીની નવલકથાએ બે વખત વિશ્વનો શ્રેષ્ઠ નવલકથા પુરસ્કાર જીત્યો. પ્રથમ 1993માં અને ફરીથી 2008માં. રશ્દી લંડનમાં રહે છે. તેઓ અંગ્રેજી ભાષામાં પુસ્તકો લખે છે.
રશ્દી પર જાનલેવા હુમલો
ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રશ્દી પર શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હુમલો થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. તેમની હાલત ગંભીર છે. હુમલા બાદ તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ત્યારે થયુ જ્યારે રશ્દી પશ્ચિમી ન્યૂયોર્કમાં શુટાઉક્વા ઇન્સ્ટિટ્યૂટમાં એક કાર્યક્રમમાં તેમનુ લેક્ચર શરૂ કરવાના હતા. ત્યારે જ એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો અને રશ્દી પર ચાકુ વડે હુમલો કર્યો. તે સમયે કાર્યક્રમમાં તેમનો પરિચય કરાવવામાં આવી રહ્યો હતો.
એ પુસ્તક જેનાથી મુસ્લિમ દેશોમાં આવ્યો હતો ભૂકંપ
સલમાન રશ્દી નવલકથા 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' બે વખત સર્વશ્રેષ્ઠ નવલકથાનો એવોર્ડ મેળવ્યા બાદ દુનિયામાં છવાઈ ગયા હતા. 1981 પછી 1988માં આવેલા તેમના બીજા પુસ્તકે ઇસ્લામિક કટ્ટરપંથી દેશોમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ પુસ્તકનુ નામ હતું 'ધ સેટેનિક વર્સીસ'(The Satanic Verses).
'ધ સેટેનિક વર્સિસ' સામે ધર્મનિંદાનો આરોપ
કથિત રીતે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પુસ્તક 'ધ સેટેનિક વર્સિસ'માં પ્રોફેટ મુહમ્મદ વિશે અપમાનજનક વસ્તુઓ છે. પછી આ વાત સામે આવતાની સાથે જ કટ્ટરવાદીઓએ પુસ્તક વાંચવાની જરૂર ન સમજી અને વિરોધ શરૂ કર્યો. બાદમાં ઈરાન અને ભારત સહિત ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
રશ્દીને જાનથી મારી નાખવાની મળી હતી ધમકી
રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક પર ભારતમાં અને અન્ય દેશોમાં પણ પ્રતિબંધ છે. 1988માં પ્રકાશિત તેમના પુસ્તક 'ધ સેટેનિક વર્સીસ' માટે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી પણ હતી. ઈરાનના તત્કાલિન નેતા આયાતુલ્લા રોહલ્લા ખોમેનીએ રશ્દીના મૃત્યુ અંગે ફતવો બહાર પાડ્યો હતો. તેના હત્યારા માટે 3 મિલિયન ડોલરથી વધુના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આયાતુલ્લા રોહલ્લા ઈરાનમાં અર્ધ-સરકારી સંસ્થા '15 ખોરદાદ ફાઉન્ડેશન'ની ગવર્નિંગ ટીમમાં હતા. જેણે રશ્દીની હત્યા માટે પહેલા 28 મિલિયન ડોલર અને બાદમાં તેને વધારીને 33 લાલ ડોલરના ઈનામની જાહેરાત કરી હતી.