પટના, 11 ઓગસ્ટ : બિહારમાં 8મી વખત સીએમ બનેલા નીતીશ કુમારનું બહુમત પરીક્ષણ 24 ઓગસ્ટે થશે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, નીતિશ કુમાર 24 ઓગસ્ટે બિહાર વિધાનસભામાં બહુમત સાબિત કરશે. અહીં તમને જણાવી દઈએ કે નીતિશે 164 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. તેમણે આરજેડી સહિત સાત પક્ષોના સમર્થનથી સરકાર બનાવી છે.
બિહારમાં નવી સરકારની રચના અને શપથ ગ્રહણની સાથે જ કેબિનેટ વિસ્તરણની અટકળો પણ ચાલી રહી છે. સૂત્રોને ટાંકીને ANIએ જણાવ્યું છે કે બિહારમાં 16 ઓગસ્ટે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. નીતિશ કુમાર ઉપરાંત આરજેડી નેતા તેજસ્વી યાદવને રાજ્યપાલ ફાગુ ચૌહાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સ્થિતિમાં બધાની નજર ભાજપથી અલગ થઈને નવી સરકાર બનાવનાર નીતિશના કેબિનેટ વિસ્તરણ પર છે.