દેશમાં આજે 16,047 કેસ નોંધાયા છે
10 ઓગષ્ટ સવારે 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં
કોરોનાના 16,047 નવા કેસ નોંધાયા છે. આવા સમયે, છેલ્લા 24 કલાકમાં 19,539 લોકો કોરોનાથી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના
અહેવાલ મુજબ, હવે દેશમાં કોરોનાના સક્રિય કેસ 1,28,261 પર પહોંચી ગયા છે. આવા સમયે કોરોના પોઝિટિવિટી રેટ 4.94 ટકા છે
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 678 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 810 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 1 કોવિડ સંબંધિતમૃત્યુ નોંધાયું છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5729 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,981 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,45,890 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા5729 થઇ છે. જેમાંથી 15 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 11,91,15,910 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.68 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 1,53,910 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ 11,91,15,910 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.