અસહકાર ચળવળ સાથે સંપૂર્ણ સમર્થન કે સંમત ન હતા
દેશથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે સાહિત્યને નવી ઓળખ આપનાર નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે પોતાની કલમથી બેદેશના રાષ્ટ્રગીતને સુશોભિત કર્યા હતા. હા, ગુરુદેવે ભારતની સાથે સાથે બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગીત લખ્યું હતું.
તેમણે બ્રિટિશસામ્રાજ્યવાદની નિંદા કરી, પરંતુ મહાત્મા ગાંધી અને તેમના અસહકાર ચળવળ સાથે સંપૂર્ણ સમર્થન કે સંમત થયા ન હતા.
જ્યોર્જ પંચમ દ્વારા નાઈટહૂડનું બિરુદ આપવામાં આવ્યું
રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પારિતોષિક મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. આ પુરસ્કાર રવીન્દ્રનાથ ટાગોરને તેમની રચના 'ગીતાંજલિ'માટે આપવામાં આવ્યો હતો.
તેમને જ્યોર્જ પંચમ દ્વારા નાઈટહૂડનું બિરુદ આપવામાં આવ્યું હતું, જે તે સમયે અંગ્રેજો દ્વારા ખૂબ જ પ્રતિષ્ઠિતમાનવામાં આવતું હતું, પરંતુ ટાગોરે આ સન્માન પરત કર્યું હતું, કારણ કે તેઓ વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડથી ખૂબ જ વ્યથિતથયા હતા, જેના કારણે તેમણે આ સન્માન પરત કર્યું હતું.
તેમનું કહેવું હતું કે, આઝાદીનો અર્થ માત્ર અંગ્રેજોથી આઝાદી નથી, પરંતુ સાચીસ્વતંત્રતાનો અર્થ છે, પોતાની જાત પ્રત્યે સાચી અને પ્રમાણિક રહેવાની ક્ષમતા. તેમના વિચારો ખૂબ જ સુંદર હતા, જેને જો વ્યક્તિ સ્વીકારેતો તેનું જીવન ક્ષણભરમાં બદલાઈ શકે છે.
રવીન્દ્રનાથ ટાગોરના કેટલાક અમૂલ્ય વિચારો
- ખુશ રહેવું બહુ સહેલું છે, પણ સરળ બની રહેવું બહું અઘરું છે - રવીન્દ્રનાથ ટાગોર
- કેવળ તર્કબદ્ધ મન એ એવી છરી જેવું છે, જેમાં ફક્ત બ્લેડ હોય છે, તેનો ઉપયોગ કરનારને તે ઈજા પહોંચાડે છે - રવીન્દ્રનાથ ટાગોર
- તમે ફૂલની પાંખડીઓ તોડીને તેની સુંદરતા એકઠી કરી શકતા નથી - રવીન્દ્રનાથ ટાગોર
- મિત્રતાની ઊંડાઈ પરિચયની લંબાઈ પર નિર્ભર નથી હોતી - રવીન્દ્રનાથ ટાગોર
- દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે, ભગવાન હજૂ મનુષ્યોથી નિરાશ થયા નથી - રવીન્દ્રનાથ ટાગોર