આ છે દુનિયાની સૌથી ખૂૂૂૂબસુરત બાળકીની મમી, જાણો તેની સાથે જોડાયેલી તમામ વાતો!

By Desk
|

રોમ : મમી વિશ્વ માટે કુતૂહલનો વિષય છે. લોકો હંમેશા તેના વિશે જાણવા માંગે છે. ઇજિપ્ત હોય કે રોમન, હજારો લોકો આ મમીને જોવા માટે આવે છે. આજે આપણે એક નાની બાળકીની મમી વિશે વાત કરીશું જે આજથી 100 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. આજે પણ તેમનો મૃતદેહ કાચની કોફીનમાં રાખવામાં આવ્યો છે. તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે. આ મમીને દુનિયાની સૌથી સુંદર મમી કહેવામાં આવે છે.

રોસાલિયા લોમ્બાર્ડો

લગભગ 100 વર્ષ પહેલાં બે વર્ષની ઉંમરે મૃત્યુ પામેલી રોસાલિયા લોમ્બાર્ડોની હવે દર વર્ષે હજારો મુલાકાતીઓ મુલાકાત લે છે. બાળકીને દુનિયાની સૌથી સુંદર મમી કહેવામાં આવી રહી છે. ટાઈમ્સ નાઉ અનુસાર, આ છોકરીનું 100 વર્ષ પહેલા ન્યુમોનિયાથી મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે રોસાલિયા લોમ્બાર્ડો તેના બીજા જન્મદિવસ પહેલા 2 ડિસેમ્બર 1920 ના રોજ બિમારીને કારણે મૃત્યુ પામી હતી.

વિશ્વની સૌથી સુંદર મમી

આ વિષયના નિષ્ણાતોએ દાવાઓને સમર્થન આપતાં જણાવ્યું કે બાળકીને ન્યુમોનિયા કદાચ સ્પેનિશ ફ્લૂને કારણે થયો હતો. એટલે કે 1918 માં લોકો ઈન્ફલ્યુએન્ઝા રોગચાળાને કારણે મરી રહ્યા હતા. કહેવાય છે કે 1918માં મહામારીએ ભારે હોબાળો મચાવ્યો હતો.

મૃતદેહને કાચની કોફીનમાં રાખવામાં આવ્યો છે

રિપોર્ટ્સ અનુસાર, રોસાલિયાના મૃતદેહને કાચના કોફિનમાં રાખવામાં આવ્યો છે. બાળકનું શરીર હજી પણ આ શબપેટીમાં સચવાયેલું છે અને ઉત્તર સિસિલી ઇટાલીમાં પાલેર્મોના કેપ્યુચિન કેટાકોમ્બ્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

રોસાલિયાનું શરીર Haunted છે?

ઘણા લોકો દાવો કરે છે કે રોસાલિયા એક ભૂતિયા યુવાન છોકરી હતી. આજે પણ આ નાની બાળકીનો મૃતદેહ સાચવી રાખવામાં આવ્યો છે. તે એવી જગ્યાએ મૂકવામાં આવે છે જ્યાં એવું માનવામાં આવે છે કે જીવંત લોકો મૃતકોને મળે છે. કેપ્યુચિન કેટાકોમ્બ્સ લગભગ 8,000 શબ અને લગભગ 1,284 મમીનું ઘર છે. આજે પણ લોકો ભૂત-પ્રેતની વાર્તાઓમાં વિશ્વાસ કરે છે. રોઝાલિયાને કાચની કોફીનમાં પડેલી જોઈને લોકો કદાચ આ ભૂતિયા થિયરી પર એક વાર વિશ્વાસ પણ કરી લેશે. ઘણા એવા લોકો પણ છે જેઓ ભૂત-પ્રેતમાં માનતા નથી.

MORE ઇજિપ્ત NEWS  

Read more about:
English summary
This is the most beautiful baby girl mummy in the world, know all about it!
Story first published: Tuesday, August 9, 2022, 11:32 [IST]