પશ્ચિમ બંગાળમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. હાઈવે પર અચાનક જ બેકાબૂ બસ ઓટો સાથે અથડાઈ હતી. બીરભૂમ જિલ્લામાં આ દર્દનાક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ઓટો રિક્ષામાં કામદારો બેઠા હતા. જેમાંથી 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓ મૃત્યુ પામ્યા હતા.
આ ઘટના બીરભૂમના મલ્લારપુર વિસ્તારમાં સ્ટેટ હાઈવે પર બની હતી. સ્થળ પર અકસ્માત બાદ લોકોના ગુસ્સાને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. એક સરકારી પેસેન્જર બસ સિઉરી તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ઓટોમાં ડ્રાઈવર સહિત કુલ 10 લોકો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મજૂર હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી બસ અને ઓટો રિક્ષા સામસામે અથડાયા હતા. અકસ્માત થયો ત્યારે ઓટો રિક્ષામાં કામદારો બેઠા હતા. બસની ટક્કરથી ઓટોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ઘાયલ 9 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રામપુરહાટ એસડીપીઓ ધીમાન મિત્રાએ જણાવ્યું કે બીરભૂમ જિલ્લાના મલ્લારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 9 લોકોના મોત થયા હતા.