ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર સર્જીકલ સ્ટ્રાઈકની તૈયારી, 12 હજારથી ઓછી કિંમતના તમામ ફોન બેન થઈ શકે!

By Desk
|

નવી દિલ્હી : ભારત સરકારે ચીનની કંપનીઓને વધુ એક ઝટકો આપ્યો છે. ચીનની મોબાઈલ કંપનીઓ પર મોટી કાર્યવાહી કરતા સરકારે ભારતમાં $150 અથવા 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ફોન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સરકારે આ નિર્ણય સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે લીધો છે.

લાવા-માઈક્રોમેક્સને ફાયદો થશે

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે લાવા, માઇક્રોમેક્સ જેવી સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે. ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ હાલમાં બજેટ સ્માર્ટફોન સેગમેન્ટ અથવા 15000 થી ઓછી કિંમતના સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવે છે. આ રેન્જમાં સેમસંગ કે અન્ય દેશોની મોબાઈલ કંપનીઓ ચાઈનીઝ ફોન કરતાં ક્યાંય આગળ નથી.

હજુ કોઈ સત્તાવાર નિવેદન નહીં

હવે સરકારના આ નિર્ણયથી Xiaomi, Vivo, Oppo, Poco, Redmi, Realme જેવી કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. જો કે, આ મામલે હજુ સુધી સરકાર કે ચીનની કોઈપણ કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. સરકારના આ નિર્ણયનો હેતુ એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં સ્થાનિક કંપનીઓનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે.

ભારત બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ભારત સરકાર ભારતીય સ્માર્ટફોન નિર્માતાઓને આગળ વધારવાની યોજના બનાવી રહી છે. જો આ પગલું અસરકારક રહેશે તો તેની અસર Xiaomi, Poco, Vivo, Oppo જેવી કંપનીઓના વેચાણ પર પડી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત અત્યારે દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે, પરંતુ ચીનની કંપનીઓનો કબજો છે. આ ચીની કંપનીઓ સમક્ષ સ્થાનિક કંપનીઓ ટકી શકવા સક્ષમ નથી.

ભારતમાં ચાઈનીઝ ફોનનું વર્ચસ્વ

માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના જણાવ્યા અનુસાર, જૂન 2022ના ત્રિમાસિક ગાળામાં ભારતમાં 12,000થી ઓછી કિંમતના ત્રીજા ભાગના સ્માર્ટફોનનું વેચાણ થયું હતું. તેમાંથી 80 ટકા સ્માર્ટફોન માત્ર ચીની કંપનીઓના હતા. સ્માર્ટફોન ઉપરાંત ભારત સરકારની ચાઈનીઝ એપ્સ પર પણ નજર છે. તમને જણાવી દઈએ કે અગાઉ 2020માં સરકારે એક સમયે લગભગ 60 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારપછી ઘણી વખત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

349 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ

અત્યાર સુધીમાં 349 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં જ સરકારના આદેશ બાદ PUBGના નવા અવતાર Battlegrounds Mobile Indiaને Google Play-store અને Appleની એપ પરથી હટાવી દેવામાં આવી છે. સ્ટોરમાંથી બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાને હટાવવા અંગે કંપનીએ કહ્યું છે કે એપને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવી નથી, પરંતુ તેને અસ્થાયી રૂપે બ્લોક કરવામાં આવી છે. એપ્લિકેશન ટૂંક સમયમાં પાછી આવશે.

સરકારના નિશાના પર ચીનની કંપનીઓ

તમને જણાવી દઈએ કે Vivo, Oppo અને Xiaomi જેવી કંપનીઓ પહેલાથી જ આવકવેરા વિભાગના નિશાના પર છે. આ કંપનીઓ પર ટેક્સ ચોરીનો પણ આરોપ છે. તાજેતરમાં આ કંપનીઓ પર EDના દરોડા પણ પડ્યા છે. જે બાદ EDએ એક કેસમાં વિવોના બેંક ખાતા સીલ કરી દીધા હતા. કંપનીએ બાદમાં સત્તાવાળાઓને વિનંતી કરી કે તેઓ બેંક ખાતાઓ અનફ્રીઝ કરે, જેથી કંપની દેશમાં વેપાર કરવાનું ચાલુ રાખી શકે.

MORE ભારત સરકાર NEWS  

Read more about:
English summary
Indian government preparing for surgical strike on Chinese mobile companies
Story first published: Monday, August 8, 2022, 21:44 [IST]