કોરોના રસીકરણ અભિયાન
આવા સમયે, દેશમાં કોરોના વાયરસ રોગચાળા સામે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં રસીના કુલ2,06,21,79,411 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી, છેલ્લા 24 કલાકમાં 32,73,551 ડોઝ આપવામાં આવ્યા હતા.
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 965 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 928 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં એકપણ કોવિડસંબંધિત મુત્યુ નોંધાયું નથી.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6029 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,975 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,43,489 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા6029 થઇ છે. જેમાંથી 18 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 11,85,87,706 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.65 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 3,39,445 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,85,87,706 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.