અમેરિકાના ઓહાયોમાં ગોળીબારની ઘટના સામે આવી છે, આ ગોળીબારમાં 4 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. હુમલાખોર સંદિગ્ધ વ્યક્તિની પોલીસ તલાશ કરી રહી છે, આ શખ્સ પાસે હથિયારો છે અને તે બહુ ખતરનાક છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર કર્યાના તરત બાદ અધિકારીઓને અહીં બોલાવી લેવામાં આવ્યા હતા. ચીફ જૉન પોર્ટરે જણાવ્યું કે ગોળી લાગવાથી ચાર લોકો મૃત્યુ પામ્યા છે. ગોળીબારને પગલે ચાર લોકો ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા. પોલીસનું કહેવું છે કે તેઓ 39 વર્ષીય સંદિગ્ધની તલાશ કરી રહ્યા છે, જે એક ગાડીમાં ફરી રહ્યો છે, જો તેના વિશે કોઈને જાણકારી મળે છે તો તેની પાસે ના જાય, શક્ય છે કે તેની પાસે હથિયાર હજી છે અને તે ખતરનાક છે.
પોર્ટરે જમાવ્યું કે હવે પાડોસીઓને ખતરો હોય તેવું અમને નથી લાગતું, પરંતુ અધિકારીઓ આ વિસ્તારમાં બન્યા રહેશે. જો કે પીડિતોના નામ હજી સુધી સામે નથી આવ્યાં. પોર્ટરે જણાવ્યું કે હુમલાખોરે ગોળી કેમ ચલાવી તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. આ ખૌફનાખ ઘટના પાછળનું કારણ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. પોર્ટરે કહ્યું કે આ વિસ્તારમાં આવા પ્રકારની ઘટના લગભગ જ ક્યારેક બની છે.