જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. ઉધમપુરમાં મસોરા વિસ્તાર પાસે એક મિની બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ, આ બસ બર્મિન ગામથી ઉધમપુર જઈ રહી હતી. પોલીસ અને પ્રશાસનની ટીમ હાલ ઘટનાસ્થળે છે.
J&K | 8 students injured after a mini bus in which they were travelling skidded off the road and fell into a gorge near Massora in Udhampur district. The bus was enroute to Udhampur from Barmeen village. Injured shifted to a district hospital. Further details shall follow pic.twitter.com/K5oguxh3I5
— ANI (@ANI) August 6, 2022