શનિવારે એટલે કે આજે સંસદ ભવનમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ઉપરાષ્ટ્રપતિના પદ માટે મતદાન થશે. ત્યાર બાદ તરત જ મતગણતરી શરૂ કરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. આ પદ માટે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખર અને વિરોધ પક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચેનો ચૂંટણી જંગ માત્ર ઔપચારિકતા બની રહેશે. મતદાનથી દૂર રહેવાની તૃણમૂલ કોંગ્રેસની જાહેરાત, શિવસેનામાં વિભાજન અને એનડીએના ઉમેદવાર ધનખરને ટેકો જાહેર કરતા ચાર વિરોધ પક્ષોએ હરીફાઈને એકતરફી બનાવી દીધી છે.
Polling for the #VicePresidentialElections2022 to be held today.
— ANI (@ANI) August 6, 2022
Jagdeep Dhankhar is the vice-presidential candidate of the ruling NDA, while the opposition, led by the Congress has chosen Margaret Alva as its candidate for the post
(file pics) pic.twitter.com/jahZFuPNtK