હાર્ડ ડ્રાઈવ કચરામાં દબાણી
news.com.au માં પ્રકાશિત અહેવાલ મુજબ, હાર્ડ ડ્રાઈવ કચરાના ઢગલામાં દટાઈ જવાનો મામલો યુનાઈટેડ કિંગડમના ન્યુપોર્ટનો છે. જેમ્સ હોવેલ્સે નક્કી કર્યું છે કે તે રોબોટ ડોગની મદદથી કચરાના ઢગલામાં દટાયેલી તેની હાર્ડ ડ્રાઈવ શોધી કાઢશે.
હાર્ડ ડ્રાઈવ શોધવા આટલો ખર્ચ થશે
તમને જણાવી દઈએ કે જેમ્સ હોવેલ્સ વ્યવસાયે આઈટી એન્જિનિયર છે. જેમ્સ હોવેલ્સે કચરાના ઢગલામાં દટાયેલી હાર્ડ ડ્રાઈવને શોધવા માટે 150 કરોડથી વધુ ખર્ચ કરવાની યોજના બનાવી છે. જેમ્સ નાસાના રોબોટ ડોગની મદદથી કચરાના ઢગલામાં છુપાયેલ તેની હાર્ડ ડ્રાઈવ શોધી કાઢશે.
આ રીતે હાર્ડ ડ્રાઈવ સર્ચ કરાશે
જેમ્સ હોવેલ્સે કહ્યું છે કે તે એક વ્યાવસાયિક ઓપરેશન હશે. લેન્ડફિલમાં હાર્ડ ડ્રાઈવની શોધ કરવામાં આવશે. વર્ષ 2003માં કોલંબિયામાં સ્પેસ શટલ ડિઝાસ્ટરમાંથી AI ફર્મની મદદથી હાર્ડ ડ્રાઈવ રીકવર કરવામાં આવી હતી ત્યારે નાસાએ આ પ્રકારનું ઓપરેશન પહેલા પણ કર્યું હતું.
પહેલા પણ હાર્ડ ડ્રાઈવ શોધાઈ હતી
એવું કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂપોર્ટ સિટીના લેન્ડફિલમાંથી હાર્ડ ડ્રાઈવને શોધવામાં 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. જો કે, અગાઉ ન્યુપોર્ટ સિટી કાઉન્સિલને ભય હતો કે લેન્ડફિલ્સમાં હાર્ડ ડ્રાઈવ શોધવામાં પર્યાવરણીય જોખમ હશે.