દિલ્લીના રસ્તાઓ પર દોડશે પ્રીમિયમ બસો, જાણો ક્યારે શરુ થશે, શું છે આની ખાસિયત

|

નવી દિલ્લીઃ કેજરીવાલ સરકાર દિલ્લીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ દિશામાં દિલ્લી સરકાર દ્વારા વધુ એક મોટુ પગલુ ભરવામાં આવી રહ્યુ છે. 1 જાન્યુઆરી, 2024થી શહેરના રસ્તાઓ પર BS-VI ધોરણોનુ પાલન કરતી એર-કન્ડિશન્ડ CNG અથવા ઇલેક્ટ્રિક પ્રીમિયમ બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ બસોને રાઈડના બુકિંગ અને ડિજિટલ પેમેન્ટ કરવા માટે વન દિલ્લી એપ સાથે સંકલિત કરવામાં આવશે. આ સંદર્ભે એક ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવશે અને સામાન્ય લોકો સાથે પરામર્શ પણ કરવામાં આવશે.

દિલ્લી મોટર વ્હીકલ લાયસન્સિંગ ઑફ એગ્રીગેટર્સ (પ્રીમિયમ બસો) યોજનાને લાગુ કરવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી. આ યોજના કાર વપરાશકર્તાઓને પ્રીમિયમ જાહેર પરિવહન તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે. પ્રીમિયમ બસ સેવાઓનો પ્રચાર કરવાથી પ્રદૂષણ અને ઈન્ટ્રા-સિટી ટ્રિપ્સ ઘટાડવામાં પણ મદદ કરશે. બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમારો ઉદ્દેશ્ય એવા તમામ લોકોને પ્રોત્સાહિત કરવાનો છે જેઓ રોજેરોજ ઈન્ટ્રા-સિટી મુસાફરી કરે છે. એપ આધારિત એગ્રીગેટર યોજના હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ તમામ બસો દોડશે. તમામ બસો BS-6 ધોરણોનુ પાલન કરતી એરકન્ડિશન્ડ CNG અથવા ઇલેક્ટ્રીક હશે.

આ યોજના હેઠળ 1 જાન્યુઆરી, 2024 પછી જોડાતી તમામ બસો ફક્ત ઇલેક્ટ્રીક હશે. તમામ બસો ફક્ત બેઠક માટે જ હશે. જેમાં એપ સપોર્ટ, સીસીટીવી અને પેનિક બટન વગેરે હશે. રાઇડ બુક કરવા અને ડિજિટલ પેમેન્ટ કરવા માટે OneDelhi એપ સાથે એકીકૃત થશે. પ્રીમિયમ બસ સેવાઓને પ્રોત્સાહન આપીને શહેરની અંદરની મુસાફરી ઘટાડવાનો ઉદ્દેશ્ય છે, જે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. જેઓ સાર્વજનિક પરિવહનમાં મુસાફરી કરવા ઈચ્છે છે અને વધુ સારી સુવિધા સાથે આરામદાયક પરિવહન સેવા ઈચ્છે છે તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

મુખ્યમંત્રીએ આ યોજનાનો અમલ કરવા અને તે મુજબ નીતિ બનાવવા માટે વાહનવ્યવહાર વિભાગને સૂચના આપી છે. આ પછી જ ડ્રાફ્ટ પોલિસીને લોકોના અભિપ્રાય માટે સ્થાનાંતરિત કરવામાં આવશે, જે અમલીકરણ માટે સૂચિત કરવામાં આવશે. આ બેઠકમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતની સાથે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. આ એપ-આધારિત એગ્રીગેટર્સ ખાનગી કાર માલિકોને અપીલ કરવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ બસોની આગામી પેઢી ચલાવશે. અમારો ઉદ્દેશ્ય એવા તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો છે કે જેઓ દરરોજ ઇન્ટ્રાસિટી ટ્રિપ્સ કરે છે, તેમની પોતાની કારને બદલે જાહેર પરિવહનના કાર્યક્ષમ મોડને પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ બસોની ટિકિટ મોબાઈલ અને વેબ-આધારિત એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એપ પર બસનુ ભાડુ અને રૂટ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે.

આ સિવાય બસોમાં માત્ર બેઠકની જગ્યા હશે, ભીડથી બચવા માટે કોઈ મુસાફરો ઉભા રહેશે નહીં. લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ બસોમાં સીસીટીવી કેમેરા હશે. એપમાં પેનિક-બટનની સુવિધા પણ હશે. બસ રૂટની શોધ, રાઇડ બુકિંગ અને ડિજિટલ પેમેન્ટ માટે વન દિલ્લી એપ સાથે બસોને એકીકૃત કરવામાં આવશે. દિલ્લી સરકાર જાહેર પરિવહન સેવા ઈચ્છતા મુસાફરોને ઉચ્ચ ગુણવત્તા, આરામ, સગવડ અને બહેતર પરિવહન સેવા પ્રદાન કરશે. વ્યક્તિગત બસો માટે સ્ટેજ કેરેજ પરમિટ લાઇસન્સધારક દ્વારા આપવામાં આવશે.

મુસાફરોને મળશે આ સુવિધાઓ

MORE DELHI NEWS  

Read more about:
English summary
Delhi Government will provide high quality premium bus service, Know everything about it
Story first published: Thursday, August 4, 2022, 11:36 [IST]