નવી દિલ્લીઃ 15 ઓગસ્ટે દિલ્લીમાં આયોજિત થનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર આતંકવાદી હુમલાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. ઈન્ટેલિજન્સ બ્યુરો(IB)એ દિલ્લી પોલિસને એક રિપોર્ટ સુપરત કર્યો છે જેમાં ચેતવણી આપવામાં આવી છે કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સ્વતંત્રતા દિવસ પર તેમની નાપાક યોજનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના 10 પાનાના અહેવાલમાં IBએ દિલ્લી પોલિસને ચેતવણી આપી છે કે કોઈપણ સંભવિત ખતરાથી બચવા માટે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ કિલ્લામાં કડક પ્રવેશ નિયમો લાગુ કરે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આઈબીએ દિલ્લી પોલિસને લાલ કિલ્લામાં પ્રવેશ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત IBના આ રિપોર્ટમાં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલા અને ઉદયપુર-અમરાવતી જેવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.