ભારે વરસાદનુ અનુમાન
બીજી તરફ આજે યુપીમાં ભારે વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે અહીંના 32 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. એલર્ટ જાહેર કરવામાં આવેલ જિલ્લાઓના નામ આ પ્રમાણે છે. મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ, મથુરા, હાથરસ, આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી, ઈટાવા, ઔરૈયા, બિજનૌર, અમરોહા, જાલૌન, હમીરપુર, મહોબા, ઝાંસી, લલિતપુર, ફિરોઝાબાદ. ઇટાવા, બાંદા, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, ફતેહપુર, સોનભદ્ર, મિર્ઝાપુર, સંત કબીર નગર, કાનપુર ગ્રામ્ય, કાનપુર અને શામલી.
દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ
દક્ષિણ ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આજે પણ ઓરેન્જ એલર્ટ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ(IMD) એ આજે કન્યાકુમારી, તિરુનેલવેલી, તેનકાસી, થેની, ઈરોડ, નીલગીરી, ધર્મપુરી, સાલેમ, કુડ્ડાલોર, ધર્મપુરી, તિરુચિરાપલ્લી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદની સંભાવના
ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાત-રાજસ્થાનમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તો એમપી, બિહાર, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આજથી આગામી 24 કલાકની અંદર દિલ્લી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા, તમિલનાડુમાં હળવા વરસાદની શક્યતા છે. કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.