નવી દિલ્લીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા લિમિટેડની ઑફિસને સીલ કરી દીધી છે. ઈડીની આ કાર્યવાહી બાદ દિલ્લી પોલિસ આગળ આવી અને કોંગ્રેસ મુખ્યાલયની બહાર સુરક્ષા ઘેરો બનાવી લીધો અને કોંગ્રેસ મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં પોલિસ દળો તૈનાત કરવામાં આવ્યા. નોંધનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસ છેલ્લા 10 વર્ષથી ચર્ચામાં છે. આ સમગ્ર મામલે ઈડીએ ગયા અઠવાડિયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. ઈડીએ મની લોંડ્રીંગ કેસમાં સોનિયા ગાંધીની ત્રણ વખત પૂછપરછ કરી છે.
ઈડીની કાર્યવાહી બાદ મોટી અપડેટ