ઠંડી ફ્રાઈસ આપતા યુવકે મેકડોનાલ્ડના કર્મચારીને મારી ગોળી

|

ન્યુયોર્ક, 04 ઓગસ્ટ : અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક વ્યક્તિએ મેકડોનાલ્ડના કર્મચારીને કોલ્ડ ફ્રાઈસ આપવાના કારણે ગોળી મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે, માઈકલ મોર્ગન (20) નામના વ્યક્તિએ સોમવારની સાંજે બ્રુકલિનમાં 23 વર્ષીય મેકડોનાલ્ડના કર્મચારીને ગોળી મારી હતી. પીડિતની હાલત નાજુક છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મોર્ગને કર્મચારીને ગોળી મારી

રિપોર્ટ અનુસાર, આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે 40 વર્ષની એક મહિલાએ કોલ્ડ ફ્રાઈસની ફરિયાદ કરી હતી. જે બાદ મહિલાએતેના પુત્ર મોર્ગનને વીડિયો કોલ કર્યો, જ્યારે તે ગુસ્સામાં મેકડોનાલ્ડ સ્ટોર પર પહોંચ્યો અને કર્મચારી સાથે દલીલ કરવા લાગ્યો હતો.ત્યારબાદ મોર્ગને કર્મચારીને ગોળી મારી દીધી હતી.


રિપોર્ટ અનુસાર, આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે 40 વર્ષની એક મહિલાએ કોલ્ડ ફ્રાઈસની ફરિયાદ કરી હતી. જે બાદ મહિલાએ

તેના પુત્ર મોર્ગનને વીડિયો કોલ કર્યો, જ્યારે તે ગુસ્સામાં મેકડોનાલ્ડ સ્ટોર પર પહોંચ્યો અને કર્મચારી સાથે દલીલ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ મોર્ગને કર્મચારીને ગોળી મારી દીધી હતી.

ફાયરિંગના 1051 કેસ

આરોપીની અગાઉ પણ અનેકવાર ધરપકડ કરવામાં આવી છે. મોર્ગન પર ખોટી રીતે હથિયાર રાખવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.ગયા વર્ષે ન્યૂયોર્કમાં ગોળીબારના 1051 કેસ નોંધાયા હતા, જોકે આ વર્ષે કેટલાક કેસમાં ચોક્કસપણે ઘટાડો થયો છે અને આ સંખ્યા 988 પરપહોંચી ગઈ છે.

દર 100 લોકો વચ્ચે 120 હથિયાર

રિપોર્ટ અનુસાર, અમેરિકામાં દર 100 લોકો પર 120 બંદૂકો છે. 2020માં 45,000 લોકોએ ગોળીબારનો સામનો કર્યો છે, જેમાંથી લગભગઅડધા લોકોએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોય તેવી ઘટના છે.

MORE AMERICA NEWS  

Read more about:
English summary
McDonald's employee shot by young man because of serving cold fries