Monkeypox in india: મંકીપૉક્સથી બચવા માટે શું કરવુ અને શું ન કરવુ? આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યુ લિસ્ટ

|

નવી દિલ્લીઃ ભારતમાં પણ મંકીપૉક્સનો ખતરો વધી રહ્યો છે. જેને જોતા આરોગ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયુ છે. આરોગ્ય મંત્રાલયે બુધવારે મંકીપૉક્સથી બચવા માટે શું કરવુ અને શું ન કરવુ તેની યાદી બહાર પાડી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે જો મંકીપૉક્સનુ ઈન્ફેક્શન હોય તો શરીરમાં પાણીની કમી બિલકુલ ન થવા દો. દર્દીને ભૂખ્યા ન રહેવા દો. ખોરાકમાં એવી વસ્તુઓ આપો જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે. દર્દી કેટલો જલ્દી સાજો થશે તે તેની રોગપ્રતિકારક શક્તિ પર આધારિત છે.

મંકીપૉક્સથી બચવા માટે શું કરવુ અને શું ન કરવુ?

1. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ચેપના કિસ્સામાં,પહેલા દર્દીને અન્ય લોકોથી અલગ કરો.

2. સાબુથી હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. જો તમારી આસપાસ મંકીપૉક્સના દર્દી હોય તો માસ્ક અને ગ્લવ્ઝ પહેરો.

3. તમે જ્યાં રહો છો ત્યાં જંતુનાશકોનો ઉપયોગ કરો. દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતી ચાદર અથવા ટુવાલનો ઉપયોગ કરશો નહિ.

4. જો તમને મંકીપૉક્સના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો ભીડવાળી જગ્યાઓ અથવા જાહેર કાર્યક્રમોમાં જવાનુ ટાળો.

5. ખોટી માહિતી આપીને લોકોને ભ્રમિત ન કરો. માત્ર તે જ માહિતી શેર કરો જે ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરવામાં આવી હોય અથવા આરોગ્ય એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી હોય.

દિલ્લીમાં સામે આવ્યો મંકીપૉક્સનો ત્રીજો કેસ

તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્લીમાં મંકીપૉક્સનો ત્રીજો કેસ સામે આવ્યો હતો. અન્ય એક નાઈજીરિયન વ્યક્તિ સંક્રમિત હોવાનુ જાણવા મળ્યું છે. દેશમાં મંકીપૉક્સનો આ 8મો અને દિલ્લીમાં ત્રીજો કેસ છે. અહેવાલો અનુસાર દર્દીને સોમવારે દિલ્લીની એલએનજેપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્લીના મંકીપૉક્સના પ્રથમ દર્દીને સોમવારે રાત્રે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ કેરળમાં ગયા મહિને યુએઈથી પરત ફરેલ 30 વર્ષીય વ્યક્તિ મંકીપૉક્સથી સંક્રમિત જોવા મળ્યો છે. કેરળમાં મંકીપૉક્સથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 5 છે.

Ministry of Health lists do's and don'ts to avoid contracting #Monkeypox pic.twitter.com/G0dbsowWuG

— ANI (@ANI) August 3, 2022

MORE MONKEYPOX NEWS  

Read more about:
English summary
Monkeypox in India: Ministry of Health issues lists to prevent from disease
Story first published: Wednesday, August 3, 2022, 10:48 [IST]