હેપ્પીનેસ ઉત્સવમાં CM કેજરીવાલે કહ્યુ - જ્યારે આપણે દુનિયામાંથી જઈએ તો જગ રડે અને આપણે હસીએ

|

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હેપ્પીનેસ ઉત્સવના સમાપન સમારંભમાં હાજરી આપી હતી. દિલ્લી સરકાર દ્વારા હેપ્પીનેસ ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સાથે બ્રહ્મા કુમારી શિવાની પણ હાજર હતા. ઉત્સવને સંબોધતા કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં 18 લાખ વિદ્યાર્થીઓ હેપ્પીનેસ ક્લાસમાં ભાગ લે છે. આ કોર્સને કારણે ઘણી જિંદગીઓ બદલાઈ ગઈ છે. વિદ્યાર્થીઓની ખુશીની ખાતરી કરવી અને તેમની પ્રતિભાઓને શોધવામાં મદદ કરવી. અમે બજેટના 25% શિક્ષણમાં રોકાણ કરી રહ્યા છીએ.

સીએમ કેજરીવાલે વધુમાં કહ્યુ કે, મને યાદ છે કે દિલ્લીની એક સરકારી શાળાના બાળકે કહ્યુ હતુ કે 'દેશનુ ભવિષ્ય ખાનગી શાળાના બાળકો છે અમે નહિ'. અમે 5 વર્ષમાં શિક્ષણ પર 90,000 કરોડ ખર્ચ્યા. હવે તે બાળક કહે છે કે 'સરકારી શાળાના બાળકો પણ દેશનું ભવિષ્ય છે.' અમે એવા બાળકોને સરકારી શાળાઓમાં તૈયાર કરવા માંગીએ છીએ જે આવનારા સમયમાં દેશમાં નફરત નહિ પણ પ્રેમનો સંદેશ ફેલાવે. જેથી આપણો દેશ વિશ્વમાં નંબર 1 દેશ બની શકે.'

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 'અમે 4 વર્ષથી હેપ્પી ક્લાસ ચલાવી રહ્યા છીએ. અમારી શિક્ષણ ક્રાંતિના 3 તબક્કા છે. શરૂઆતમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પરિણામ મળતુ ન હતુ. જ્યારે બાળકને પૂછવામાં આવ્યુ કે બાળકો દેશનુ ભવિષ્ય છે તો તેમણે કહ્યુ કે ખાનગી શાળાના બાળકો છે દેશનુ ભવિષ્ય. 5 વર્ષ પછી એ જ બાળક કહે છે કે સરકારી શાળાના બાળકો પણ દેશનુ ભવિષ્ય છે.' કેજરીવાલે કહ્યુ કે ઈમારતોનુ સમારકામ કર્યુ, દિલ્લી સરકારના બજેટના 25% શિક્ષણ પર ખર્ચ થાય છે. અત્યાર સુધીમાં લગભગ 90 હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. સીએમએ કહ્યુ કે એવુ હોવુ જોઈએ કે જ્યારે આપણે દુનિયા છોડીએ ત્યારે દુનિયા રડે અને આપણે હસીએ.

હેપ્પીનેસ ઉત્સવના સમાપન કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, 'અમે પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઠીક કર્યુ, પછી અમે શિક્ષણને ઠીક કર્યુ. આપણે 3 વસ્તુઓ કરવી પડશે. બાળકોને પહેલા સારા માનવી બનાવવા પડશે. બાળકો કટ્ટર દેશભક્ત હોવા જોઈએ અને ત્રીજુ કે શિક્ષણ પૂરું કર્યા પછી બાળક પાસે નોકરી હોવી જોઈએ. આ બધા માટે અમે હેપ્પીનેસ કોર્સ શરૂ કર્યો છે કે બાળકો ખુશ રહે, સારા માનવી બને. તેમણે કહ્યુ કે આખા દેશમાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે પરંતુ દિલ્લીમાં આવુ નહિ થાય કારણ કે બાળકો હેપ્પીનેસ ક્લાસથી માનસિક રીતે સ્વસ્થ થઈ રહ્યા છે.

In Delhi, 18 lakh students attend the Happiness class. Many lives have been transformed, thanks to this course. Ensuring the students' happiness, and helping them discover their talents. We've been investing 25% of the budget in education: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/Amess60BJZ

— ANI (@ANI) July 29, 2022

MORE DELHI NEWS  

Read more about:
English summary
Delhi CM Arvind Kejriwal attends the closing ceremony of Delhi government Happiness Utsav
Story first published: Saturday, July 30, 2022, 10:45 [IST]