રાહુલ ગાંધી કેટલા ટકા લોકોની પસંદ?
'ઈન્ડિયા ટીવી'ના ઓપિનિયન પોલમાં 23 ટકા લોકોનુ માનવુ છે કે જો આજે લોકસભાની ચૂંટણી થાય તો રાહુલ ગાંધી હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટો પડકાર આપી શકે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી મોંઘવારી, બેરોજગારી, GST, કૃષિ કાયદો, ભારત-ચીન સરહદ વિવાદ અને અગ્નિપથ યોજના જેવા મોટા મુદ્દાઓ પર સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી રહ્યા છે. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં કોઈ પદ સંભાળ્યું નથી પરંતુ આ પોલમાં સામેલ લોકોએ તેમને પીએમ મોદીની સામે પ્રથમ પસંદગી ગણાવી હતી.
અરવિંદ કેજરીવાલને કેટલો પડકાર મળશે
જ્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મતદાનમાં સામેલ લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે 19 ટકા લોકોનુ માનવુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અરવિંદ કેજરીવાલ મોટો પડકાર બની શકે છે. નોંધનીય છે કે દિલ્લી બાદ પંજાબની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જોરદાર જીત મળી છે. અને ત્યારથી રાજકીય ચર્ચા છે કે કેજરીવાલની નજર હવે 2024ની લોકસભા ચૂંટણી પર છે. તાજેતરમાં જ 'મફત સેવાઓ'ના મુદ્દે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આવા રેવડીઓનુ વિતરણ દેશના વિકાસ માટે ઘાતક છે ત્યારે અરવિંદ કેજરીવાલે પણ જવાબ આપવામાં મોડુ ન કર્યુ અને પત્રકાર પરિષદ યોજીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.
વિધાનસભાની જેમ લોકસભામાં પણ ટક્કર આપી શકશે મમતા બેનર્જી?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે સ્પર્ધા કરનાર મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પણ એવા નેતાઓમાં સામેલ છે જેમને લોકસભા ચૂંટણીમાં મજબૂત વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આ મતદાન દરમિયાન જ્યારે લોકોને પૂછવામાં આવ્યુ કે જો આજે લોકસભા ચૂંટણી યોજાવાની છે તો શું મમતા બેનર્જી પીએમ મોદી સામે મોટો પડકાર બની શકે છે, તો 11 ટકા લોકોએ તેમના પક્ષમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.તમને જણાવી દઈએ કે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પણ મમતા બેનર્જી વિપક્ષના સંયુક્ત ઉમેદવારને લઈને ખૂબ જ સક્રિય હતા. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જી મોટી ભૂમિકામાં જોવા મળી શકે છે.
બાકી નેતાઓ વિશે શું છે મંતવ્ય?
આ સર્વેમાં આ ત્રણ નેતાઓ સિવાય બિહારના સીએમ નીતિશ કુમાર અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. નીતિશ કુમાર હાલમાં ભાજપ સાથે ગઠબંધનમાં છે પરંતુ જો નીતfશ કુમાર મહાગઠબંધનમાંથી બહાર નીકળે તો 8 ટકા લોકો માને છે કે તેઓ પીએમ મોદીને પડકાર આપી શકે છે. વળી, 8 ટકા લોકોએ સોનિયા ગાંધીની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યુ કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે છે.