ચંદીગઢઃ પંજાબમાં પીવાના પાણીની સમસ્યા ઈઝરાયેલની કંપનીની મદદથી ઉકેલવામાં આવશે. આ માટે સરકાર ઈઝરાયેલની કંપની મેકોરોટ સાથે કરાર કરશે. પંજાબના સીએમ ભગવંત માન મેકોરોટના પ્રતિનિધિઓને આ અંગે મળ્યા હતા. જે બાદ તેમણે ખુદ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. પોસ્ટ કરતી વખતે સીએમએ કહ્યુ કે પંજાબ સ્વચ્છ પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. 5 નદીઓની ધરતીના લોકોને શુધ્ધ પાણી મળતુ નથી તે અફસોસની વાત છે. આ અંગે મેં ઈઝરાયેલની કંપની સાથે વાત કરી છે.
સીએમ માને કહ્યુ- રાજ્યના લોકોને શુધ્ધ પાણી ન મળવુ એ દુઃખની વાત છે. સીએમ ભગવંત માને કહ્યુ હવે અમારી સરકાર ઈઝરાયેલની કંપની સાથે નવા પ્રોજેક્ટ શરૂ કરશે. જેના દ્વારા પંજાબીઓને શુધ્ધ પાણી આપવામાં આવશે. મેકોરોટના પ્રતિનિધિઓ સાથેની બેઠક અંગે આમ આદમી પાર્ટીએ કહ્યુ કે, રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રી ઈઝરાયેલની કંપની મેકોરોટના પ્રતિનિધિઓને મળ્યા છે. હવે જલ્દી આના પર વાત આગળ વધશે.