કોણ છે સાઈન્ટિસ્ટ મંજુ બંગલોર? જેના બિકીની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે!

By Desk
|

નાસા સાથે કામ કરનાર ભારતીય-અમેરિકન મોડલના સ્વિમસૂટના ફોટા વાયરલ થયા છે. તે સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ ફેશન શોના સ્વિમ વિકમાં કેટવોક કરી રહી હતી, આ દરમિયાન તેની ઘણી તસવીરો ક્લિક થઈ હતી. અગાઉ તે મિસ વર્લ્ડ કેલિફોર્નિયા 2019 રહી ચૂકી છે. આ ઉપરાંત, મંજુ સાયન્ટિસ્ટ-એસ્ટ્રોનોટ કેન્ડીડેટ પ્રોગ્રામનો એક ભાગ છે. આના દ્વારા તે અવકાશમાં જઈ શકે છે.

એક સાઈન્ટિસ્ટ તેના બિકીની ફોટોને લઈને ચર્ચામાં છે

ભૌતિકશાસ્ત્રી, લેખક, અભિનેતા, બે બિન-લાભકારી સંસ્થાઓના સ્થાપક, મિસ વર્લ્ડ કેલિફોર્નિયા 2019 અને હવે એસઆઈ સ્વિમ રનવે મોડલ 24 વર્ષીય મંજુએ સખત મહેનતથી પોતાની ઓળખ બનાવી છે.

મંજુ બંગલોર મુળ ભારતીય છે

પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાને પોતાનો આદર્શ માનનારી મંજુ 30 વર્ષની ઉંમર પહેલા અવકાશમાં જવા માંગે છે. પરંતુ આ દિવસોમાં તે તેના બિકીની ફોટોઝને લઈને ચર્ચામાં છે.

મંજુ સ્પેસ સાઈન્ટિસ્ટ સાથે મોડલ પણ છે

સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ ફેશન શોના સ્વિમ વિક દરમિયાન ભારતીય-અમેરિકન મંજુએ કેટવોક કર્યુ છે. આ ઈવેન્ટ અમેરિકાના મિયામીમાં યોજાઈ હતી. દર વર્ષે યોજાતી આ ઈવેન્ટ આખી દુનિયામાં જોવામાં આવે છે. ઇવેન્ટમાં ભાગ લેનાર મોડલ્સને સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસ્યુટના આઇકોનિક વર્ઝનમાં જોવાની તક મળે છે.

નાસામાં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ઇન્ટર્નશિપ કરી છે

મંજુએ નાસામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ઇન્ટર્નશિપ કરી છે. હવે તે સાયન્ટિસ્ટ-એસ્ટ્રોનોટ કેન્ડીડેટ પ્રોગ્રામનો ભાગ છે. આના દ્વારા તે અવકાશમાં જઈ શકે છે.

મંજુ અવકાશમાં જઈ શકે છે

મંજુ અવકાશમાં જવા માટે સતત ટ્રેનિંગ પણ કરી રહી છે. તેના ફાજલ સમયમાં તે તેની બે બિન-લાભકારી સંસ્થાઓ ઓપરેશન પીરિયડ અને પેઈન્ટિંગ વિથ પાર્કિન્સન્સ ચલાવે છે.

મંજુ સામાજીક સંસ્થાઓ પણ ચલાવે છે

આ સંસ્થાની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. અત્યાર સુધીમાં લગભગ 2 લાખ જરૂરિયાતમંદ લોકોને આના દ્વારા માસિક સ્ત્રાવ સંબંધિત ઉત્પાદનો આપવામાં આવ્યા છે.

પાર્કિન્સન્સ વિથ પેઇન્ટિંગ

પાર્કિન્સન્સ વિથ પેઇન્ટિંગની સ્થાપના વર્ષ 2020 માં કરવામાં આવી હતી. આ સંસ્થા પાર્કિન્સન રોગથી પીડિત લોકોને નિ:શુલ્ક પેઇન્ટિંગ કીટ અને આર્ટ ક્લાસ આપે છે. તમને જણાવી દઈએ કે પાર્કિન્સન્સ મગજનો એક પ્રકારનો રોગ છે. આ રોગથી પીડિત દર્દીઓને હલનચલન કરવામાં મુશ્કેલી પડે છે.

મંજુના માતા-પિતા મૂળ કર્ણાટકના છે

મંજુના માતા-પિતા મૂળ કર્ણાટકના છે. વર્ષ 1960માં તેના પિતા ફણી અમેરિકા આવ્યા હતા. પછી તેણે બીજ સંશોધન કંપની શરૂ કરી. લગ્ન પછી માતા ગીતા પણ તેની સાથે અમેરિકા આવી ગઈ.

મંજુના માતા-પિતા મૂળ કર્ણાટકના છે

મંજુના માતા-પિતા મૂળ કર્ણાટકના છે. વર્ષ 1960માં તેના પિતા ફણી અમેરિકા આવ્યા હતા. પછી તેણે બીજ સંશોધન કંપની શરૂ કરી. લગ્ન પછી માતા ગીતા પણ તેની સાથે અમેરિકા આવી ગઈ.

MORE સોશિયલ મીડિયા NEWS  

Read more about:
English summary
Who is Scientist Manju Bangalore? Her bikini photos are going viral on social media!
Story first published: Thursday, July 28, 2022, 13:08 [IST]