ઉત્તરાખંડમાં યલો એલર્ટ
જ્યારે દિલ્હીની આ સ્થિતિ છે, ત્યારે પડોશી રાજ્ય ઉત્તરાખંડમાં યલો એલર્ટ ચાલુ છે. ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, ટિહરી ગઢવાલ, પૌરીગઢવાલ, હરિદ્વાર અને દેહરાદૂનમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં આજથી ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાનવિભાગે આગાહી કરી છે કે, આજથી ઉત્તર પ્રદેશના હવામાનમાં પલટો આવશે અને ચોમાસાની ઝડપ વધશે.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદ
તો આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદ પડી શકે છે. તો હિમાચલ અને કાશ્મીરમાં પણ ભારેવરસાદની સંભાવના છે. કાશ્મીર અને ઓડિશામાં વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
ભારે વરસાદની આગાહી
આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આશંકા છે અને તેના માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફગુજરાત-રાજસ્થાનમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.
કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના
જ્યારે ખાનગી હવામાન માહિતી એજન્સી સ્કાયમેટે જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે કાશ્મીરમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારેઆગામી 24 કલાક દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકેછે.
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ સાથે વીજળીપડવાની પણ શક્યતા છે.