શાળામાં ઘુસીને શિક્ષકાને નગ્ન કરી, માર્યો ઢોર માર, જુઓ વીડિયો

|

પશ્ચિમ બંગાળના દક્ષિણ દિવસાજપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીનિને કોઈ મુદ્દે ઠપકો આપતાં પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેઓએ શાળામાં ઘૂસીને મહિલા શિક્ષિકાને નગ્ન કરીને માર મારીને હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીનિ લઘુમતી સમુદાયની છે. પોલીસે આ ઘટનામાં 35 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

શિક્ષિકાના કપડા ઉતાર્યા બાદ ખૂબ માર માર્યો

આ ઘટના હિલી પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિમોહિની પ્રતાપ ચંદ્ર હાઈસ્કૂલની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગુરુવારનારોજ મહિલા શિક્ષકે વિદ્યાર્થીનિને કોઈ મુદ્દે ઠપકો આપ્યો હતો.

આ પછી બાળકીના પરિવારજનો શુક્રવારના રોજ સ્કૂલ પહોંચ્યા અનેપ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. આ દરમિયાન મામલો વધી ગયો અને તેઓ મહિલા શિક્ષકના રૂમમાં પહોંચ્યા અને તેની સાથે દુર્વ્યવહારકરવા લાગ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પરિવારના સભ્યો અને તેમના સાથીઓએ મહિલાના કપડા ઉતારી નાંખ્યાહતા અને તેને ઢોર માર માર્યો હતો.

પોલીસે સ્થિતિ પર મેળવ્યો કાબૂ

ઘટનાની જાણ થતા પોલીસ દળ શાળાએ પહોંચી મામલો થાળે પાડ્યો હતો. શનિવારના રોજ સ્થાનિકોએ આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો હતોઅને રસ્તો બ્લોક કર્યો હતો.

આ પછી પોલીસ હરકર પાસે આવી અને કેસ નોંધ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડકરવામાં આવી છે.

વિદ્યાર્થીનિ ચોક્કસ સમુદાયમાંથી આવે છે

કહેવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થીનિ એક ખાસ સમુદાયની છે. ભાજપની યુવા પાંખના રાજ્ય ઉપાધ્યક્ષ તરુણજ્યોતિ તિવારીએ જણાવ્યું કે,નવમાની વિદ્યાર્થીનિએ હિજાબ પહેર્યો હતો. આ બાબતે શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો અને તેને વર્ગની બહાર કાઢી મૂકી હતી.

તેમણે આઘટનાનો વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો છે. આ મામલે ભાજપના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે વિસ્તારની મુલાકાત લીધીહતી. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

MORE WEST BENGAL NEWS  

Read more about:
English summary
the family stripped clothes female teacher and beat in the school after Scolding her girl
Story first published: Monday, July 25, 2022, 14:02 [IST]