નવી દિલ્લીઃ દિલ્લી સરકારે સરકારી શાળાઓમાં ગરીબ બાળકોને અંગ્રેજી શીખવવા માટે નવો પ્રોગ્રામ 'સ્પોકન ઇંગ્લિશ કોર્સ' શરૂ કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ યોજનાની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યુ કે આ કોર્સ ફ્રી હોવા છતાં શરૂઆતમાં 950 રૂપિયાની સુરક્ષા રાખવામાં આવશે. જો તમે કોર્સ પૂરો કરશો તો કોર્સના અંતે તમને રૂ.950 પાછા મળશે. અમે નથી ઈચ્છતા કે કોઈ 3-4 દિવસમાં કોર્સ છોડી દે અને સીટ બગડે.
દિલ્લીના સીએમે કહ્યુ કે 1 વર્ષમાં 1 લાખ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં દિલ્લીમાં 50 કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે. જેમાં 18થી 35 વર્ષના યુવાનોને પ્રવેશ મળશે. આ કોર્સ 3થી 4 મહિનાનો રહેશે. સાંજે અને સપ્તાહના અંતે અભ્યાસક્રમો ઉપલબ્ધ રહેશે. દિલ્લી સરકાર બાળકોની અંગ્રેજી ભાષાને મજબૂત કરવા માટે સ્પોકન ઈંગ્લિશ કોર્સ લઈને આવી છે. આનાથી બાળકોની વાતચીત કૌશલ્યમાં સુધારો થશે. દિલ્લી સ્કીલ એન્ટરપ્રેન્યોરશીપ યુનિવર્સિટી આ કોર્સ ચલાવશે. કેજરીવાલે કહ્યુ કે આ કાર્યક્રમ માટે મેકમિલન અને વર્ડ્સવર્થ સાથે કરાર કરવામાં આવ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી આ કોર્સમાં દિલ્લી સરકારને મદદ કરશે. આ કોર્સમાં 18થી 35 વર્ષના યુવાનો પ્રવેશ લઈ શકશે. આ કોર્સનો કુલ સમયગાળો 3-4 મહિનાનો રહેશે. કેજરીવાલે કહ્યુ કે અમારુ સપનુ છે કે દરેક બાળકને સારુ શિક્ષણ મળે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. તેમણે કહ્યુ કે દિલ્લીમાં સ્પોકન ઈંગ્લિશનો કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ માટે દિલ્લીમાં 50 કેન્દ્રો ખોલવામાં આવશે. એક વર્ષમાં એક લાખ બાળકોને તાલીમ આપશે. દિલ્લી યુનિવર્સિટી ઑફ સ્કીલ્સ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ આ કોર્સ ચલાવશે. તે વ્યક્તિત્વ વિકાસમાં મદદ કરશે અને વિદ્યાર્થીની નોકરીની સંભાવનાઓને પણ સુધારશે.
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યુ કે આપણે જોઈએ છીએ કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અંગ્રેજીમાં કેવી રીતે પાછળ રહી જાય છે. તેમણે કહ્યુ કે દિલ્લીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. તેથી અમે અમારા બાળકો માટે સ્પોકન ઇંગ્લિશ પ્રોગ્રામ લઈને આવ્યા છીએ. દિલ્લી સરકારના સ્પોકન ઈંગ્લિશ પ્રોગ્રામ માટે કોઈ ફી નહીં હોય, 950 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવશે. 950 રૂપિયાની આ સિક્યોરિટી રકમ પણ એટલા માટે લેવામાં આવી રહી છે કે લોકો એડમિશન લીધા પછી બહાર ન જાય. જે લોકો તેમનો કોર્સ પૂરો કરશે તેમને આ રકમ પરત કરવામાં આવશે. સરકાર આ કોર્સ માટે કોઈ ફી વસૂલશે નહિ.