કોરોનાથી કુલ 5,26,033 લોકોના મોત થયા
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,26,033 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે દેશમાં કોરોનાની 201 કરોડથી વધુ રસીનાડોઝ આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,01,99,33,453 રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 11.52 ટકા સક્રિય કેસ
દેશમાં કોરોના પોઝિટિવ રેટની વાત કરીએ તો તે ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. હવે કોરોના પોઝિટિવ રેટ 5.3 ટકા પર પહોંચીગયો છે.
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2336, કેરળમાં 2252, તમિલનાડુ 2014, પશ્ચિમ બંગાળમાં 1844, કર્ણાટકમાં 1456 સૌથી વધુ કેસનોંધાયા છે.
આ પાંચ રાજ્યોમાં કુલ સક્રિય કેસના 48.83 ટકા હિસ્સો છે. એકલા મહારાષ્ટ્રમાં કોરોનાના 11.52 ટકા સક્રિય કેસ છે. આવાસમયે, છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 28,83,489 ડોઝ આપવામાં આવ્યા છે.
બિહારમાં કોરોનાની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો
બિહારમાં કોરોનાની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. અહીં દરરોજ સરેરાશ 124 લોકોકોરોના સંક્રમિત થઈ રહ્યા છે.
તેમજ દર ચોથા દિવસે એક કોરોના દર્દીનું મોત થઈ રહ્યું છે. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેનાથીલોકો ખૂબ જ ચિંતિત છે. ભાગલપુર, ખાગરિયા, બાંકા, ગયા, મુઝફ્ફરપુરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 937 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 745 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે અમદાવાદમાં 1 કોવિડ સંબંધિત મુત્યુ નોંધાયું છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5470 થઇ
શનિવારના રોજ અમદાવાદમાં 1 કોવિડ સંબંધિત મોત થયા છે, જે બાદ હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,959 થયો છે. આ સાથે રાજ્યમાંકુલ 12,31,215 દર્દી સાજા થયા છે.
હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5470 થઇ છે. જેમાંથી 11ની હાલત ગંભીર છે, જ્યારે બાકીનાલોકોની હાલત સ્થિર છે.
કુલ 11,36,92,205 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.68 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 3,01,991 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,36,92,205 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.