અર્પિતા મુખર્જી સાથે દેખાયા સીએમ મમતા બેનર્જી
સુવેન્દુ અધિકારીએ દુર્ગા પૂજા 2019ની એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં મમતા બેનર્જી, મંત્રી પાર્થ ચેટર્જી અને તેમના સહયોગી અર્પિતા મુખર્જી એકસાથે જોઈ શકાય છે. તસવીર શેર કરીને સુવેન્દુ અધિકારીએ ટ્વીટ કર્યુ, "આ માત્ર ટ્રેલર છે, તસવીર આવવાની બાકી છે." જો કે, તૃણમૂલના રાષ્ટ્રીય પ્રવક્તા કુણાલ ઘોષે સ્પષ્ટતા કરી કે પાર્ટીને જપ્ત કરાયેલા પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. કુણાલ ઘોષે ટ્વીટ કર્યુ, "જેના નામ આ બાબતમાં સામે આવ્યા છે તેઓ સમજાવવા માટે જવાબદાર છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે પાર્ટીનુ નામ આમાં કેમ ખેંચવામાં આવ્યુ. અમે યોગ્ય સમયે નિવેદન જાહેર કરીશુ."
કોણ છે અર્પિતા મુખર્જી
ઈડીએ અર્પિતા મુખર્જીને પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની નજીક ગણાવી છે. સુવેન્દુ અધિકારી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો સાબિત કરે છે કે અર્પિતા મુખર્જી દક્ષિણ કોલકાતાની એક પ્રખ્યાત દુર્ગા પૂજા સમિતિ સાથે સંકળાયેલી છે. અર્પિતા મુખર્જીને તે દુર્ગા પૂજા સમિતિની જાહેરાતોમાં દર્શાવવામાં આવી હોવાનુ માનવામાં આવે છે.
ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે અર્પિતા મુખર્જી
અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યુ છે. જો કે તેણે બહુ ઓછા સમય માટે કામ કર્યુ હતુ. તેણે મોટાભાગે સાઈડ રોલ કર્યા છે. અર્પિતાએ સુપરસ્ટાર પ્રોસેનજીત અને જીત અભિનીત બંગાળી ફિલ્મોમાં સાઈડ અભિનેત્રી તરીકે ભૂમિકા ભજવી છે. આ સિવાય અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મ અમર અંતરનાદમાં પણ કામ કર્યુ છે. અર્પિતા મુખર્જીએ કેટલીક બંગાળી, ઉડિયા અને તમિલ ફિલ્મોમાં અભિનય કર્યો હોવાનુ માનવામાં આવે છે.
દુર્ગા પૂજા કમિટી દ્વારા મંત્રી સાથે જોડાઈ છે અર્પિતા
અર્પિતા મુખર્જી દુર્ગા પૂજા સમિતિ દ્વારા મંત્રી પાર્થ બેનર્જી સાથે સંકળાયેલ હોવાનુ માનવામાં આવે છે. જો કે, તૃણમૂલે તેમની સાથે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યુ છે કે જપ્તક કરાયેલા પૈસાનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.