ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝને બહોળો પ્રતિસાદ, 22 લાખથી વધુ રજીસ્ટ્રેશન: વાઘાણી

|

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં ૭ જુલાઇથી શરૂ થયેલી ભારતની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા 'ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)'ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મલી રહ્યો છે. માત્ર ૧૫ દિવસમાં જ ૨૨ લાખથી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા છે. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં ૪ લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે બીજા અઠવાડિયામાં ૩.૬૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેનાથી એક નવો રેકોર્ડ બન્યો છે. બીજા સપ્તાહમાં, શાળા કક્ષાના ૨,૫૫,૧૦૬થી વધુ, કોલેજ કક્ષાના ૬૪,૬૪૨થી વધુ વિધાર્થીઓ અને અન્ય ૪૩,૩૦૮ પ્રજાજનો ક્વિઝ રમ્યાં હતાં. આ ક્વિઝ દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે.

તેમણે ઉમેર્યું કે, બીજા સપ્તાહમાં જે ક્વિઝ રમાઈ હતી, તેમાં શાળા કક્ષાએ ૩,૯૬૦ અને કોલેજ કક્ષાએ ૩,૨૩૦ વિધાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૫,૯૯૧ એમ કુલ ૧૩,૧૮૧ વિજેતાઓ આજે જાહેર થયા છે. જેનું પરિણામ g3q.co.in વેબસાઇટ પર સાંજે ૬-૦૦ વાગ્યાથી જોઈ શકાશે. પ્રથમ સપ્તાહમાં રાજ્યની કુલ ૮,૯૯૫ શાળાના વિધાર્થીઓએ જ્યારે ૨,૨૨૧ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો.

વાઘાણીએ જણાવ્યું હતું કે, બીજા સપ્તાહ દરમિયાન ક્વિઝમાં વિધાર્થીઓએ કુલ ૩,૦૦૦થી વધુ પ્રશ્નોની ક્વિઝ રમી ભારત તથા ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયાં હતાં. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલનાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડથી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે. અત્યાર સુધીમાં આ ક્વિઝમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ શાળા, કોલેજ અને અન્ય કક્ષાએ બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓનું રહ્યું છે.

MORE JITU VAGHANI NEWS  

Read more about:
English summary
Huge response to Gujarat Gyan Guru Quiz, over 22 lakh registrations
Story first published: Saturday, July 23, 2022, 19:24 [IST]