340 રૂમના રાષ્ટ્રપતિ ભવનમાં રહેશે દ્રૌપદી મુર્મૂ, જાણો કેટલો હશે પગાર? શું હશે સુવિધાઓ?

|

નવી દિલ્લીઃ દેશને તેના 15માં રાષ્ટ્રપતિ મળ્યા છે એ સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે કારણ કે એક આદિવાસી મહિલા ભારતના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થવા જઈ રહ્યા છે. 25 જુલાઈએ જ્યારે દ્રૌપદી મુર્મૂનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે ત્યારે આ શપથ સાથે 64 વર્ષના દ્રૌપદી મુર્મૂ દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ પણ બની જશે. અત્યાર સુધી આ ગૌરવ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને મળ્યુ છે કે જેઓ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા.

64 વર્ષ, એક મહિનો 4 દિવસ

રાષ્ટ્રપતિની ખુરશી પર બેસતી વખતે નીલમ સંજીવ રેડ્ડી 64 વર્ષ 2 મહિના 6 દિવસના હતા જ્યારે મુર્મૂ 64 વર્ષ એક મહિના અને ચાર દિવસની ઉંમરે આ ખુરશી પર બેસશે. તે જાણીતુ છે કે રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક છે અને તેમને કેટલાક વિશેષાધિકારો છે પરંતુ તેમને પગાર પણ આપવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે ભારતના રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે?

રાષ્ટ્રપતિનો પગાર

ભારત દેશના રાષ્ટ્રપતિને માસિક રૂ. 5 લાખનો પગાર મળે છે. આનો અર્થ એ થયો કે ભારતના રાષ્ટ્રપતિ દેશના સૌથી વધુ પગાર મેળવતા કર્મચારીઓમાંના એક છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને આવાસ, ફ્રી મેડિકલ સુવિધા, ફ્રી રોમિંગ ફેસિલિટી, ફ્રી ડોમેસ્ટિક હેલ્પ પણ આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ભવનમાં 340 રૂમ

રાષ્ટ્રપતિ પાસે પાંચ લોકોનો પોતાનો અંગત સ્ટાફ છે. જ્યારે રાષ્ટ્રપતિની 200 લોકો દ્વારા દેખરેખ રાખવામાં આવે છે કારણ કે રાષ્ટ્રપતિ ભવનમાં કુલ 340 રૂમ છે. આ સિવાય રાષ્ટ્રપતિ પાસે પ્રીમિયમ કાર છે. આ તમામ લક્ઝરી કાર બુલેટપ્રુફ છે.

સશસ્ત્રબળોનુ વિશિષ્ટ એકમ

ભારતીય સશસ્ત્ર દળોનુ વિશિષ્ટ એકમ બૉડીગાર્ડ રાષ્ટ્રપતિનુ રક્ષણ કરે છે. તે તમામ મોટાભાગે ત્રણ સશસ્ત્ર સેવાઓમાંથી છે. તેમાંના મોટા ભાગના ચુનંદા સૈનિકો છે.

સેવા નિવૃત્તિ લાભ

નિવૃત્તિ પછી રાષ્ટ્રપતિને દર મહિને 1.5 લાખ પેન્શન મળે છે. રાષ્ટ્રપતિની પત્નીને પણ દર મહિને 30,000 રૂપિયા મળે છે. તેમને રહેવા માટે ભાડા વિનાનો બંગલો પણ મળે છે. જેમાં તેઓ વધુમાં વધુ પાંચ કર્મચારીઓ રાખી શકે છે અને ફ્રી ટ્રેન કે હવાઈ મુસાફરીનો લાભ પણ મેળવી શકે છે.

MORE PRESIDENT NEWS  

Read more about:
English summary
President Droupadi Murmu will stay in the 340-room Rashtrapati Bhavan, know how much salary, facilities, read details here.
Story first published: Friday, July 22, 2022, 12:06 [IST]