Work From Homeના નવા નિયમોની ઘોષણા, આ ઝોનના લોકો કરી શકશે એક વર્ષ સુધી ઘરેથી કામ

|

નવી દિલ્લીઃ વાણિજ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યુ હતુ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(SEZ)માં મહત્તમ એક વર્ષ માટે ઘરેથી કામ એટલે કે વર્ક ફ્રોમ હોમ(WFH) કરવાની મંજૂરી આપવામાં આવશે અને તેને કુલ કર્મચારીઓના 50 ટકા સુધી લંબાવી શકાય છે. વાણિજ્ય વિભાગે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રૂલ્સ, 2006માં ઘરેથી કામ કરવા માટે નવા નિયમ 43Aને સૂચિત કર્યા છે. મંત્રાલયે કહ્યુ કે ઉદ્યોગની માંગના આધારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. ઉદ્યોગે તમામ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે વર્ક ફ્રોમ હોમ પૉલિસીના એકસમાન અમલીકરણની માંગ કરી હતી.

નવા નિયમો(ભારતમાં વર્ક ફ્રોમ હોમ રૂલ્સ) હેઠળ સેઝ એકમોમાં કામ કરતા કર્મચારીઓની અમુક શ્રેણીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ કર્મચારીઓમાં સેઝ એકમોમાં કામ કરતા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે કર્મચારીઓ પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે જેઓ કામ પર આવવા માટે અસ્થાયી રૂપે અસમર્થ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ કુલ કર્મચારીઓમાંથી 50 ટકાને ઘરેથી કામ કરવાની સુવિધા આપવામાં આવી શકે છે. જેમાં યુનિટના કોન્ટ્રાક્ટ કામદારોનો પણ સમાવેશ થાય છે.

સેઝના વિકાસ કમિશનરને 50 ટકાથી વધુ કર્મચારીઓને માન્ય આધાર પર ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનો અધિકાર આપવામાં આવશે. મંત્રાલયે કહ્યુ, 'હવે ઘરેથી કામ કરવાની મહત્તમ એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે. જો કે, વિકાસ કમિશનર એકમોની વિનંતી પર એક સમયે એક વર્ષ માટે તેને લંબાવી શકે છે.'

MORE RULES NEWS  

Read more about:
English summary
Work From Home rules in India announced by Commerce Ministry
Story first published: Wednesday, July 20, 2022, 9:00 [IST]