સરકારે 60 ટકા CSR શિક્ષણ, હેલ્થ કેર અને ગ્રામીણ વિકાસ પર ખર્ચ કર્યો

|

છેલ્લા સાત નાણાકીય વર્ષોમાં કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલા કુલ CSR ભંડોળમાંથી ઓછામાં ઓછા 60 ટકા શિક્ષણ, હેલ્થ કેર અને ગ્રામીણ વિકાસ (રૂરલ ડેવલોપમેન્ટ) સંબંધિત પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં હતા. લોકસભામાં એક લેખિત જવાબમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ CSR રકમના લગભગ 33 ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં હતા.

કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવી માહિતી

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, 2014-15 થી 2020-21 ના​સમયગાળા દરમિયાન CSR ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે,કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલા કુલ CSRના લગભગ 33 ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્યોમાં છે.

આવી જ રીતે, કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલા કુલ CSRના લગભગ 60 ટકા શિક્ષણ, આરોગ્યસંભાળ (હેલ્થ કેર) અને ગ્રામીણ વિકાસસંબંધિત પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં છે.

ઓછામાં ઓછા બે ટકા CSR પ્રવૃત્તિઓ માટે ફાળવવાના રહેશે

કંપની એક્ટ, 2013 હેઠળ, ચોક્કસ વર્ગની નફાકારક કંપનીઓએ ચોક્કસ નાણાકીય વર્ષમાં તેમના ત્રણ વર્ષના વાર્ષિક સરેરાશ ચોખ્ખાનફાના ઓછામાં ઓછા બે ટકા CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) પ્રવૃત્તિઓ માટે ફાળવવાના રહેશે.

કુલ રૂપિયા 24,865.46 કરોડનો ખર્ચ કર્યો

કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, તમામ CSR પાત્ર કંપનીઓએ નાણાકીય વર્ષ 2020-21માં કુલ રૂપિયા24,865.46 કરોડનો ખર્ચ કર્યો છે. કુલ રકમમાંથી 6,946.75 કરોડ રૂપિયા 'સ્વાસ્થ્ય સંભાળ-સંબંધિત પ્રવૃત્તિઓ' પર ખર્ચવામાં આવ્યા હતા,જેમાં કોવિડ-19 સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

MORE TAMIL NADU NEWS  

Read more about:
English summary
The government spent 60 percent of CSR on education, health care and rural development
Story first published: Tuesday, July 19, 2022, 15:32 [IST]